તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
જસદણ તાલુકાની કચેરીઓ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે
ભારત વિકાસ ઙ્કતિજ્ઞા, વિકાસ પદયાત્રા, વોલ પેઇન્ટિંગ, નિબંધ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ, તા., ૧૦: વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે જસદણ તાલુકામાં પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવાના માર્ગદર્શન હેઠળ તા.૯ ઓક્ટોબરથી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
તા.૧૧ ના નગરપાલિકા કચેરી દ્વારા જસદણ ખાતે શ્રી હરીબાપા કોલેજથી પ્રાંત કચેરી સુધી વિકાસ પદયાત્રા યોજાશે તથા વિંછીયા તાલુકાના દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. તા.૧૨ ઓક્ટોબરના રોજ નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત, વિકાસ કામોનું લોકાર્પણ તથા શાળા કોલેજોમાં નિબંધ સ્પર્ધા અને વકળત્વ સ્પર્ધાનું આયોજન કરાશે.
તા.૧૩ ના નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ, તથા તા.૧૪ ઓક્ટોબરના રોજ શાળાઓમાં નિબંધ સ્પર્ધા, તાલુકા હેલ્થ કચેરી વિંછીયા ખાતે વિકાસના કામોનો પ્રચાર પ્રસાર, મામલતદાર કચેરી તથા નગરપાલિકા દ્વારા ઘેલા સોમનાથ મંદિર, જસદણ શહેરના જળશક્તિ સર્કલ, બંને એન્ટ્રીગેટ, ફાયર સ્ટેશનને લાઇટિંગથી સુશોભિત કરાશે. તા.૧૫ ઓક્ટોબરના રોજ તાલુકાની શાળાઓમાં ચિત્ર સ્પર્ધા તાલુકા, હેલ્થ કચેરી વિંછીયા ખાતે આરોગ્ય વિષયક યોજનાની પ્રસિદ્ધિ અને સફળતાની વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર,નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોની પ્રસિદ્ધિ કરાશે.
ઉપરાંત તાલુકા હેલ્થ કચેરી વિંછીયા દ્વારા તા.૯ ઓક્ટોબરથી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન વિવિધ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આમ જસદણ તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે જસદણ શહેરની જો વાત કરવામાં આવે તો સરકાર દ્ધારા જબરજસ્ત નગરપાલિકાનું બિલ્ડિંગ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને અદ્યતન હોસ્પીટલ ટુંકા ગાળામાં નિર્માણ પામશે તેથી શહેરીજનોમાં સુખાકારી વધશે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
