News of Thursday, 10th October 2024
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની શોૈર્યભૂમિ ધંધુકામાં રઢિયાળી રાત કાર્યક્રમ યોજાયો
પ્રાચીન લોકગીતો રાસ-ગરબામાં મોટી સંખ્યા સોૈ કોઇ મન મુકીને ગરબા રમ્યા

રાજકોટ તા.૧૦: નવરાત્રીના પાવન પર્વ અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકા સ્થિત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ પરિસર ખાતે ખાસ વિદ્યાર્થીઓ માટે રઢિયાળી રાત કાર્યર્ક્મનું આયોજન થયું હતું. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કળતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીના પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન તથા શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ - રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) દ્વારા આ પ્રેરક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.પિનાકી મેઘાણી ઉપરાંત ધંધુકા ભાજપ શહેર પ્રમુખ રમેશભાઈ ચૌહણ, ધંધુકા નગરપાલિકાના પૂર્વ સભ્ય કિરણભાઈ પરમાર, કિકાણી કોલેજના પ્રાધ્યાપકો ડો. ઋતુલકુમાર સુતરીયા (એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર), ડો. નિલેશસિંહ ગોહિલ, ડો. રાજેશભાઈ ડાભી, ડો. સુનિલભાઈ ભોયે, ડો. કમલેશભાઈ રાજપૂત, ડો. પાયલબેન પટેલ, ડો. સવિતાબેન વળવી અને નવઘણભાઈ ગલચર, શિક્ષક પંકજભાઈ પટેલ, સમાજ-સેવક રાજેન્દ્રભાઈ ઠક્કર, ધંધુકા કોર્ટના નિવળત્ત રજીસ્ટ્રાર ભુરુભા રાઠોડ, સિંચાઈ વિભાગના નિવળત્ત નાયબ ઈજનેર ઉમેદસિંહ રાઠોડ, તાલુકા પંચાયત કચેરીના મોહસિનાબેન ખલીફા અને આદિલભાઈ ખલીફા, જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસના રફીકભાઈ ખલીફા અને ઈકબાલભાઈ ખલીફા, શિવરામભાઈ ડાભી, તસ્લીમાબેન ખલીફાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.૨૦૧૬માં ગુજરાત પોલીસના સહયોગથી ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન દ્વારા ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસનાં કંઠના રેકોર્ડ થયેલ ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા પર મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબા રમ્યાં હતાં.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત રૂપિયા પાંચ કરોડના ખર્ચે વિકાસ પામેલ આ ઐતિહાસિક સ્મળતિ-સ્થળમાં આવેલ રેસ્ટ-હાઉસના ચાર ખંડમાં સિંધુડો - ધોલેરા સત્યાગ્રહ, ધંધુકા અદાલત અને સાબરમતી જેલના ગૌરવવંતા ઈતિહાસને નિરૂપતી કલાત્મક પ્રતિમાઓ અને દુર્લભ તસ્વીરોનું માહિતીસભર પ્રદર્શન તેમજ ગાંધી-દર્શન કોર્નર, મેઘાણી-સાહિત્ય કોર્નર ધરાવતું સમળધ્ધ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલય તથા પરિસરમાં મેઘાણી સ્મળતિ નામે નવીન સાંસ્કળતિક ભવનને સહુએ રસપૂર્વક નિહાળ્યાં હતાં. આ સ્મળતિ-સ્થળનું લોકાર્પણ આગામી સમયમાં કરવામાં આવશે.આઝાદીની લડત વેળાએ ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ત્યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં ૧૫ શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિંધુડોમાંથી કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્યારે ત્યાં ઉપસ્થિત હજારોની માનવમેદની અને મેજિસ્ટ્રેટ ઇસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. ઝવેરચંદ મેઘાણીને બે વર્ષના કારાવાસની ફરમાવાઈ અને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. સમસ્ત ભારતમાં એક માત્ર આ અનન્ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.
આલેખનઃ
પિનાકી નાનકભાઇ મેઘાણી,
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.૯૮૨૫૦૨૧૨૭૯)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
