<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

સુપેડી ઝાંઝમેર રોડ પર ઉતાવળી નદીમાં ડૂબી જતા યુવાનનું મોત

ધોરાજી : સુપેડી ઝાંઝમેર ગામ પાસે આવેલ ઉતાવળી નદીમાં રાજૂભાઇ મનુભાઇ ડાભી (ઉ.રપ) આશરે કોઇપણ કારણોસર નદીમાં ડૂબી જતા ૧૦૮ માં ધોરાજી સરકારી હોસ્‍પીટલ ખાતે સારવારમાં આવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ હતાં. આ બનાવની જાણ થતા દેવીપૂજક પરીવારમાં ઘેરા શોકની લાગણી ફેલાય હતી. મરણ જનારની એકની એક પુત્રીએ પીતાની છત્રછાયા ગુમાવી છે.

(11:36 AM IST)