તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ભાવનગરમાં ભારે પવન ફુંકાતા નવરાત્રી કાર્યક્રમમાં લોખંડની ગ્રીલ પડતા રને ઇજા
અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા દોડધામ મચી ગઇઃ જો કે થોડીવારમાં મીની વાવાઝોડુ શાંત થઇ ગયુ

ભાવનગર : ભાવનગરમાં ગઇ રાત્રે અચાનક ભારે પવન ફુંકાતા શહેરના જવાહર મેદાનમાં રાજપથ નવરાત્રી કાર્યક્રમમાં ડોમમાંથી લોખંડની ગ્રીલ પડતા બે ખેલૈયાઓને બીજા પહોંચી હતી. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર) (પ-૧૭)
(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૧૦ :.. ભાવનગર શહેરમાં ગઇ રાત્રે ૧૦-૩૦ કલાકે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ પવન ફુંકાયો હતો. ભારે પવનને કારણે શહેરનાં જવાહર મેદાન ખાતે રાજપથ નવરાત્રી મહોત્સ્વમાં લોખંડની એંગલ પડતા બે ખેલૈયાને ઇજા પહોંચી હતી.
ભાવનગર શહેરમાં રાત્રીના ૧૦-૩૦ પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને તોફાની પવન ફુંકાવા લાગતાં શહેરનાં જવાહર મેદાન ખાતે અવાર્ચીન રાસ-ગરબાનાં રાજપથનાં આયોજનમાં લોખંડની એંગલ પડતાં ગરબા લેતાં બે ખેલૈયાને સામાન્ય ઇજા પહોંચી હતી. જો કે થોડી જ વાર મીની વાવાઝોડું શાંત થઇ જતાં ખેલૈયાઓએ હાશકારો અનુભવયો હતો. શહેરમાં રાત્રે વરસાદનાં છાંટા પડયા હતાં.
દરમ્યાન રાત્રે ભારે પવન વચ્ચે શહેરનાં આર. ટી. ઓ. રોડ, નંદીગ્રામ સ્કુલ નજીક પીજીવીસીએલ.નાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગી ઉઠી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી. આ બનાવને કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
