તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
જામનગર પંચકોષી ‘‘એ'' પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બાબતે જાગૃત કરવા નવતર પ્રયોગ

જામનગર તા. ૧૦: પંચકોષી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીજડીયા બાયપાસથી આગળ સમરસ હોસ્ટેલની સામે આવેલ ગ્રીન વીલા પાર્ટી પ્લોટમાં ચાલી રહેલ ‘‘કુમ કુમ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪'' તથા ખીજડીયા બાયપાસ જય માતાજી હોટલની સામે આવેલ રોયલ રિસોર્ટ પાર્ટી પ્લોટ ખાતે ‘‘રાધે ક્રિષ્ણ રાસોત્સવ ૨૦૨૪'' ખાતે ચાલી રહેલ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ગરબા રમવા માટે મોટી જનમેદની આવેલ હોય તેઓની સાથે વાતચીત કરી “SAY NO TO DRUG” તથા ‘‘સાયબર ક્રાઇમ'' બાબતે લોકોને જાગળત કરવા માટે તેઓની વચ્ચે જઇ ‘‘નો ડ્રાગ્સ'' કાર્યક્રમ અન્વયે “SAY NO TO DRUG ના પેમ્પલેટ તથા બેનર સાથે ખૈલ્યાઓની સાથે ગરબા રમી લોકોને નો ડ્રાગ્સ બાબતે જાગ્રુત કરી તેમજ આ નવરાત્રી મહોત્સવમાં આવેલ લોકોને “ SAY NO TO DRUG “ બાબતેનો સંકલ્પ લેવડાવી તેમજ તેઓને પોતાના સ્નેહીજનો પણ આ ડ્રાગ્સ બાબતે અવગત કરવા અને ડ્રગ્સના દુષણને કારણે સોસયટી પર થતી ખરાબ અસરો બાબતે જાણકારી આપવા માટે સમજ કરવામાં આવેલ તથા ર્ં‘‘સાયબર ક્રાઇમ'' ને લગત થતા ફ્રોડ/છેતરપીંડી બાબતે લોકોને જાગ્રુત કરવા નાનકડી સ્ક્રીપ્ટ સાયબર અવેરનેશ અંતર્ગત નાટક પ્રસ્તુત કરી કઇ રીતે સાઇબર ક્રાઇમ ફ્રોડાછેતરપીડીથી બચી શકાય જે બાબતે લોકોને જાગ્રુત કરવા માટેનો આ નવતર પ્રયોગનુ આયોજન
જામનગર જીલ્લાના શ્રી ડો.નાયબ પોલીસ અધિક્ષક એન.બી.ગોરડીયા પંચકોષી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.શેખ સાહેબ તથા ડો. પો.સબ.ઇન્સ. એચ.વી.ગોહીલ તથા ડો. પો.સબ ઇન્સ. શ્રી એ.આર.પરમાર તથા પંચકોષી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર તથા જામનગર જીલ્લાની સી ટીમ દ્વારા કરવામાં આવેલ.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
