<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

પોરબંદરના સેવાભાવી રામદેવભાઇ મોઢવાડિયાના જન્‍મ દિનની ઉજવણી

પોરબંદરઃ સેવાભાવી રામદેવભાઈ મોઢવાડિયાની જન્‍મ દિવસની ઉજવણી કરાય હતી. પાયોનીયર ક્‍લબ પોરબંદરના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા, ધર્મેશભાઈ પરમાર,રામદેવભાઈ મોઢવાડિયાના ધર્મપત્‍નિ વનિતાબેન મોઢવાડિયા, પોરબંદર- છાંયા નગર પાલિકાના નગર સેવક લીલાબેન મોતિવરસ  ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા, ડીસ્‍ટ્રીક ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ કારીયા, ડો. દર્શક પટેલ, નરેશભાઈ થાનકી, ભરતભાઈ લાખાણી, હિતેશભાઈ કારીયા અલ્‍પેશભાઈ મશરું ભાવેશભાઈ ખુંટી, પ્રતાપભાઈ ખુંટી, આનંદભાઈ નાંઢા, અશોકભાઈ ચૌહાણ, ભરતભાઈ રુધાણી, ચિરાગભાઈ ડાભી, દિનેશભાઈ આગઠ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તેમજ ‘‘ગ્રીન પોરબંદર''ની ટીમ તથા બજરંગ દળના આગેવાનો  ઉપસ્‍થિત રહીને રામદેવભાઈ મોઢવાડિયાને જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી. તમામ લોકોની હાજરી, ખેલૈયાઓ દ્વારા રાસની રમઝટ અને માં આદ્યશક્‍તિના આશીર્વાદ સાથે રામદેવભાઈના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે તસવીર. (તસવીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(2:10 PM IST)