તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ધ્રોલના સણોસરા પગપાળા જતા પદયાત્રિકોને અજાણ્યા વાહને હડફેટે લેતા ૨ના મોતઃ બંને યુવકો જામનગરનાઃ ૧ને ઇજા
જામનગર-રાજકોટ હાઇવે પર સોયલ ટોલનાકા નજીક દુર્ઘટના સર્જાતા પોલીસ તપાસ

તસ્વીરમાં મૃતકો તથા ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીરઃ સંજય ડાંગર-ધ્રોલ) : જામનગરઃ તસ્વીરમાં બંને મૃતકોના ફાઇલ ફોટા તથા હોસ્પિટલે પરિવારજનો નજરે પડે છે (તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર)
(મુકુંદ બદિયાણી - સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૦:પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલના સોયલ ટોલનાકા નજીક આજે વહેલી સવારે ૫ લોકો ધ્રોલના સણોસરા પગપાળા જતા હતા. ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર સોયલ ટોલનાકા નજીક અજાણ્યા વાહને પગપાળા જતા યાત્રીકોને હડફેટ લેતા ૨ ના મોત થયા હતા તથા એક પદયાત્રિકને ઈજા પહોચતા ધ્રોલ અને અલીયાબાડા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી જામનગર ખાતે સારવારમા ખસેડયા હતા ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
અજાણ્યા વાહને પાંચ લોકોને હડફેટે લેતા જામનગરના લાલવાડી હાપા કોલોની વિસ્તારમાં રહેતા ૧૫ વર્ષીય કળણાલ દિલીપભાઈ પીપરીયા અને સુરેશ વિનોદભાઈ પીપરીયા નામનો ૧૮ વર્ષીય યુવકનું ઘટના સ્થળે મળત્યુ નીપજ્યું છે આ ઉપરાંત અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. આ અંગેની જાણ થતા જ પરિવારજનો જી.જી. હોસ્પિટલ અને પીએમ રૂમ ખાતે દોડી ગયા હતા
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
