તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
હૃદય બેસી જતાં યુવાન સહિત ત્રણના મૃત્યુ
પુજારા પ્લોટના જયેશભાઇ, પટેલ કોલોનીના બાબુભાઇ અને સ્વર્ણભુમિના વિનોદભાઇએ દમ તોડયો

રાજકોટ તા. ૧૦: હૃદય રોગના હુમલાના ત્રણ બનાવમાં એક યુવાન અને બે વૃધ્ધના મૃત્યુ થયા હતાં. પૂજારા પ્લોટની સામે લક્ષ્મીવાડી ક્વાર્ટરમાં રહેતાં જયેશભાઇ દિનેશભાઇ માલા (ઉ.વ.૩૩) નામના યુવાનને સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. જયેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજા હતાં અને ગુલ્ફી વેંચી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં કુવાડવા રોડ પર મારૂતીનગર પટેલ કોલોનીમાં રહેતાં બાબુભાઇ રણછોડભાઇ ઉંધાડ (ઉ.વ.૬૧) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું. મૃતક છુટક કામ કરતાં હતાં. તે પાંચ ભાઇ અને પાંચ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર છે. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સુવર્ણભુમિ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૨માં રહેતાં વિનોદભાઇ હંસરાજભાઇ વઘાસીયા (ઉ.વ.૬૦) સાંજે ઘરે બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તાલુકા પોલીસ મથકના મયુરભાઇ ઠાકરે કાર્યવાહી કરી હતી. વિનોદભાઇને હાર્ટએટેક આવી ગયાનું તપાસમાં ખુલ્યું હતું.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
