તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
હવામાનમાં પલ્ટોઃ વાદળા છવાયાઃ અમરેલી- આટકોટમાં ઝાપટા
રાજકોટના અમુક વિસ્તારોમાં વહેલી સવારે છાંટા પડયાઃ સોૈરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલ

રાજકોટ તા.૧૦: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાંયુ વાતાવરણ છવાયુ છે. આવા વાતાવરણ વચ્ચે કોઇ-કોઇ જગ્યા ઝાપટા અને છાંટા વરસ્યા છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી શહેરમાં કાલે રાત્રીના ૧૨:૩૦ વાગ્યાથી વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી ઝાપટા પડતા રસ્તા ઉપર પાણીના ખાબોચીયા ભરાઇ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
ગોંડલ
ગોંડલમાં આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાઇ ગયુ હતું. અને ધીમો-ધીમો પવન ફુંકાઇ રહયો છે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોય ત્યારે આજે સવારથી ધાબડ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. કયારેય વરસાદી છાંટા પડયા હતા. ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી. જયારે માંડવી ઉપાડી લીધી હોય ત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો હોય આજે સવારથી ધાબડયુ વાતાવરણ આકાશમાં વાદળો ઘેરાયા હતા. વરસાદી છાંટણા પડયા હતા. અંધારૂ છવાયું હતું વાહનોને લાઇટો ચાલુ રાખી વાહન ચલાવવું પડયું હતું.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
