<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ખેતીની જમીનમાં હિસ્‍સો મળવાનો દાવો મંજુર કરતી જોડીયા કોર્ટ

જમીન હસ્‍તાંતર કરવા સામે મનાઇ હુકમ ફરમાવ્‍યો

રાજકોટ તા. ૧૦: ખેતીની જમીનમાં હિસ્‍સો મળવા અંગેનો દાવો જોડીયાની સિવિલ કોર્ટે મંજુર કર્યો છે.

દાવાની વિગત મુજબ જોડીયા તાલુકાના લીંબુડા ગામના રામજી પ્રેમજી પટેલ તેમજ કરશન પ્રેમજી પટેલે તેઓના ભાઇઓ વિરૂધ્‍ધ પોતાના ગુજ. પિતાજી પ્રેમજીભાઇ માધાભાઇના નામે ચાલતી જમીનમાંથી તેઓના હિસ્‍સાની માંગણી કરી અને કાયમી હુકમ માંગતો દાવો જોડીયા પ્રિન્‍સીપાલ સીવીલ જજ સાહેબની કોર્ટમાં કરેલ.

જે દાવામાં નામદાર કોર્ટ દ્વારા એવું સ્‍પષ્‍ટ તારણ આપવામાં આવેલ કે સર્વે નં. ૩૦/૧ નવો સર્વે નં. ૬૬ વાળી જમીનમાં તમામ પક્ષકારોના હિસ્‍સો હોવાનું પુરવાર થાય છે. અને ૧૦-૦૬-૧૯૮ર વાળા લખાણ ટ્રાન્‍સફર ઓફ પ્રોપર્ટીની જોગવાઇઓ મુજબ પુરવાર થતું નથી. અને દાવા વાળી જમીનની વહેંચણી થયેલ હોવાનું પુરવાર થતું નથી તેમ જાહેર કરી જો પ્રતિવાદીઓ આ જમીન હસ્‍તાંતર કરી નાખે તો વાદીઓને પારાવાર નુકશાન જાય તેથી આ મીલ્‍કત પ્રતિવાદીઓ કોઇપણ રીતે હસ્‍તાંતર ન કરે તેવો મનાઇ હુકમ ફરમાવી જોડીયાના મે. પ્રિન્‍સીપાલ સીવીલ જજ શ્રી પી. એસ. શાહ સાહેબે દાવો અંશતઃ મંજુર કરેલ છે.

આ કામે વાદીઓના વકીલ તરીકે જોડીયાના વકીલશ્રી વી. એસ. માનસાતા તેમજ એ. એમ. અગ્રાવત રોકાયેલા હતા. (૭.ર૬)

(3:07 PM IST)