<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ: મહુવામાં એક ઇંચ તળાજામાં પોણો ઇંચ વરસાદ

ગોહિલવાડ પંથકમાં સવારથી જ વાદળીયું વાતાવરણ :બપોર બાદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ગોહિલવાડ પંથકમાં આજે સવારથી જ વાદળીયું વાતાવરણ રહેવા પામ્યું હતું. બપોર બાદ  જિલ્લામાં છૂટો સવાયો વરસાદ પડ્યો હતો.


આજે ભાવનગરમાં દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો. ભાવનગર શહેરમાં સાંજે 5:30 વાગે વરસાદનું ઝાપટું વરસી ગયું હતું.જ્યારે જિલ્લાના મહુવામાં આજે સાંજે એક ઇંચ વરસાદ પડી ગયો હતો. સમગ્ર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.
આજે સવારના ૬ થી સાંજના ૬ દરમ્યાન ભાવનગર શહેરમાં ૩ મીમી ઘોઘામાં ૪ મીમી ,ગારીયાધારમાં ૨ મીમી ,પાલીતાણામાં ૧ મીમી, તળાજામાં 16 મીમી, મહુવામાં ૨૮ મીમી અને જેસરમાં ૮ મી.મી વરસાદ નોંધાયો છે.

(8:35 PM IST)