તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
અમરેલીના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો: રાજુલા તાલુકામાં પણ મેઘરાજાની પધરામણી
ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

અમરેલી : નવરાત્રીના તહેવારમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ પડ્યો છે
અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા હતા. ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સિવાય રાજુલા તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
