તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ PGVCL કચેરીએ લાકડી વડે અધિકારીઓને ખખડાવ્યા: જુઓ વિડિઓ
કોર્પોરેટરના ઘરે જ વધારે વીજ બીલ આવતા અધિકારીઓનો ઉધડો લીધો: લાકડીને લઇને પહોંચેલા કોર્પોરેટર મહિલાની પોલીસે અટકાત કરીને મામલો શાંત પાડ્યો

જામનગરના શહેરના કોર્પોરેટર રચના નંદાણીયાએ વીજ બિલ મુદ્દે PGVCL કચેરીમાં રોષ ઠાલવ્યો હતો. સોલાર સિસ્ટમ લગાવી હોવા છતાં વીજ બિલ વધુ આવતા અધિકારીઓને રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતુ. વધુ વીજ બિલમાં અધિકારીઓની બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત લાકડી વડે અધિકારીઓન ખખડાવ્યા હતા.
શહેરના PGVCL કચેરીમાં અધિકારીઓને લાકડી બતાવી મહિલા કોર્પોરેટરે ખખડાવ્યા હતા. જેને લઇ અધિકારીઓને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જેને લઇ પોલીસે સમગ્ર ઘટનાને લઇ કોર્પોરેટર રચના નંદાણીયાની અટકાયત કરી હતી.
મહિલાએ વધારે લાઇટ બીલ આવતા અધિકારીઓ સાથે ખોટી રીતે વાત કરીને ખખડાવ્યા હતા. જેને લઇ પોલીસ બોલાવાની ફરજ પડી હતી. જોકે મહિલાએ પોલીસ સામે પણ PGVCLના અધિકારીઓને ખરીખોટી સંભળાવી હતી. જેને લઇ પોલીસે મહિલાની અટકાયત કરવાની ફરજ પડી હતી. જોકે બીલ વધારે છે કે ઓછું તે મુદ્દે કોઇ જાણકારી આપવામાં આવી નથી.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
