<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

અમરેલીના પૂર્વ સાંસદ સ્‍વ.નવીનચંદ્રભાઇ રવાણીના નિવાસ સ્‍થાને શકિતસિંહ ગોહિલની શુભેચ્‍છા મુલાકાત

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા,તા. ૧૧: આગામી ટૂંક સમય માં આવનારી બે જિલ્લા પંચાયત અને બોતેર નગર પાલિકાની ચૂંટણી સંદભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્‍તિ સિંહ ભાઈ ગોહિલે અમરેલીના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મંત્રી ચંદ્રેશભાઇ રવાણીના નિવાસ સ્‍થાને શુભેચ્‍છા મુલાકાત લીધી હતી આ શુભેચ્‍છા મુલાકાતમાં સ્‍વગર્થ નવીનભાઈ રવાણીના ફોટાને પગે લાગી અમારા મુરબ્‍બી અને માર્ગદર્શક રવાણીને કયારેય ન ભૂલી શકીએ.તેમ જણાવ્‍યુ હતું.

તેમજ અમરેલી જિલ્લાની રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલામાં આવનારી નગર પાલિકા ચૂંટણી સદભે કોંગ્રેસ સમિતિનું સંગઠન મજબૂત બનાવવા તેમજ આ ચારેય નગર પાલિકા માં કોંગ્રેસ નો વિજય થાય તેવી મહત્‍વ પૂર્ણ ચર્ચા ઓ કરવા માં આવી હતી.આ ચર્ચામાં  અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હસુભાઈ સૂચક સામેલ થયેલ હતા.

(9:58 AM IST)