<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

જુનાગઢમાં મિત્રોની રાહ જોતા યુવક-યુવતીને પોલીસની ખોટી ઓળખ આપી લૂટ ચલાવનાર ૩ શખ્‍સ પૈકી ૧ની ધરપકડ

અન્‍ય બે ઇસમને ઝડપી લેવા એલસીબી, એસઓજી, તાલુકા પોલીસ દ્વારા તપાસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૧ : જુનાગઢમાં મિત્રોની રાહ જોતા યુવક, યુવતીને પોલીસની ખોટી ઓળખ આપી લૂંટ ચલાવનાર ૩ શખ્‍સ પૈકી ૧ ઇસમની પોલીસે ધરપકડ કરી અન્‍ય બે ઇસમને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢ શહેરમાં મજેવડી દરવાજા પાસે આવેલ ખ્‍વાજા નગરમાં રહેતા ૨૩ વર્ષીય રાહુલ વિનોદભાઈ કાંજાણી નામનો યુવક ૬ ઓક્‍ટોબરના રોજ રાત્રે ૯ વાગ્‍યે તેની ફ્રેન્‍ડ સાથે ગરબી જોવા નીકળ્‍યો હતો. અને ઝાંઝરડા રોડ પર આવેલ સોપાનપાર્કના સિમેન્‍ટ રોડ પર ઉભા રહી તેમના અન્‍ય મિત્રોને રાહ જોતા હતા.

આ સમયે બે અજાણ્‍યા જીજે ૧૧ ૨૧૬૦ નંબરના તથા જીજે ૧૧ એકે ૦૦૯૨ નંબરના બસમયેપર અને મોપેડ પર આવેલ ૩ શખ્‍સે યુવક અને તેની મિત્ર પાસે આવી પોલીસની ખોટી ઓળખ આપી માર મારી છરી બતાવી ધમકી દઈ રૂપિયા ૮૦૦ની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

આ ઘટનાના પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યાના માર્ગદર્શનમાં તાલુકા પીએસઆઇ ડી. કે. સરવૈયા, એલસીબી, એસઓજી સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. અને ૩ આરોપી પૈકી જૂનાગઢમાં ખામધ્રોળ રોડ પર આવેલ હર્ષદનગરમાં તૈયબા મસ્‍જિદની સામે રહેતો ૩૦ વર્ષીય રાહુલ રજાક પરમારને ઝડપી લઈ જીજે ૧૧ એકે ૦૦૯૨ નંબરનું બાઈક કબજે કર્યું હતું. અને એક દિવસના રિમાન્‍ડ પર મેળવી પૂછપરછ હાથ કરી રિમાન્‍ડ પુરા થતા જેલમાં ધકેલી દેવામાં આવ્‍યો હતો.

આ બનાવમાં સંડોવાયેલા અન્‍ય બે આરોપી હજુ હાથ આવ્‍યા ન હોય બંનેને પકડી લેવા માટે પોલીસની જુદી જુદી ટીમે સંભવિત આશ્રય સ્‍થાનો વગેરે જગ્‍યાએ તપાસ આદરી છે.

(11:32 AM IST)