<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

મોરબીમાં સમય મર્યાદામાં સોલાર ઇન્‍સ્‍ટોલ ન કરનાર કંપનીને ગ્રાહક અદાલતની લપડાક

રૂા. ૧.૪૮ લાખ સોલારના અને રૂા. ૧૦ હજાર ખર્ચના ૯ ટકા વ્‍યાજ સાથે ચૂકવવા આદેશ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૧: મોરબીમાં બોનીપાર્કની બાજુમાં રહેતાં ધનજીભાઈ ડી. શેરસીયાએ પોતાના મકાન પર સોલાર પેનલ નખાવવા માટે જામનગરની ઇન્‍ટીફાઇ સોલાર કંપનીને ચેક દ્વારા રૂા ૧,૪૮, ૨૮૭/- રૂપિયા ભરેલ અને ૩૦ દિવસમાં સોલાર પેનલ ફીટ થઇ જશે તેવી બાંહેધરી કંપનીએ આપેલ. પરંતુ સમય મર્યાદામાં સોલાર પેનલ ફીટ ન કરી તેમજ રૂપિયા પરત આપેલ નહીં. તેથી ધનજીભાઈએ મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ હતો.

ગ્રાહક અદાલતે ધનજીભાઈને રૂા. ૧,૪૮,૨૮૭ અને રૂા. ૧૦,૦૦૦ અન્‍ય ખર્ચના ફુલ ખર્ચ રૂા. ૧,૫૮,૨૮૭ ૯ ટકાના વ્‍યાજ સાથે તા.૨૪/૫/૨૦૨૪ થી ચુકવવાનો હુકમ કરેલ છે.

(11:35 AM IST)