<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

કચ્‍છનાં માતાના મઢ શ્રી આશાપુરા માતાજી મંદીરે ભવ્‍ય હોમાદિક ક્રિયા ઉત્‍સવ

કચ્‍છના માતાના મઢ શ્રી આશાપુરા માતાજી મંદીરે રાજા બાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી દ્વારા રાત્રીના ૧.૧પ કલાકે હવનમાં બિડુ હોમવામાં આવેલ. આજે શુક્રવારે સવારે ૯.૦૦ કલાકે નામદાર મહારાજ કુમાર હનુમંતસિંહજી માં આશાપુરાને સવારે જાતરી (પત્રી) પ્રસાદ ચડાવાશે. માં આશાપુરાધામ માતાના મઢ કચ્‍છ ખાતે ગુરૂવારના રાત્રીના ૯.૦૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજીના વરદ હસ્‍તે માં આશાપુરા પાસે પુજા અર્ચન વિધિ કરી હોમાદિક ક્રિયા માટે આજ્ઞા વિધિ આરતી પુજા-વિધિ કરી હવનનો પ્રારંભ કરેલ. હવન વિધિ દેવકૃષ્‍ણ વાસુ તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ. રાત્રીના ૧.૧પ કલાકે રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજીના હસ્‍તે હવનમાં બીડુ હોમવામાં આવેલ. આસો સુદ-૮ના શુક્રવારે સવારે ૯.૦૦ કલાકે પત્રી વિધિ કાર્યક્રમ યોજવામાં આવેલ તેના અધ્‍યક્ષ સ્‍થાને નામદાર  મહારાજકુમાર હનુમંતસિંહજી માં આશાપુરાને જાતર (પત્રી) ચડાવશે. આ સમયે રાજ પરિવાર, વિશાળ માઇભકતો, આમંત્રિત મહેમાનો, વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા સમગ્ર વાતાવરણ ભકિતમય બની માં આશાપુરાના નાદથી ગુંજી ઉઠેલ. સમગ્ર નવરાત્રી દરમ્‍યાન માતાના મઢ ટ્રસ્‍ટીગણ તેમજ સેવકગણ દ્વારા નાત-જાતના ભેદભાવ વગર વિનામુલ્‍યે-વિના સંકોચે દરેક ભાવિકજનો દર્શનાર્થીઓને સારી સગવડ તેમજ નિસ્‍વાર્થ ભાવે સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી. (તસ્‍વીર-અહેવાલઃ વિનોદ ગાલા (ભુજ) વિનોદ પોપટ (રાજકોટ)

(12:32 PM IST)