News of Friday, 11th October 2024
પવન સાથે વરસાદ પડતા ભાણવડના હાથલા અને વાડી વિસ્તારમાં વિજ થાંભલા-વૃક્ષો પડયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧ : દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ઓચિંતો હવામાનમાં પલટો આવતા વરસાદી વાતાવરણ સાથે ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો.
પોણો ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે ભારે પવન ફુંકાતા ભાણવડ તાલુકાના હાથલા ગામ તથા વાડી વિસ્તારમાં અનેક મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. તથા કેટલાક વીજળીના થાંભલા પડી ગયા હતા.
તો વીજ વાયરો પણ તૂટી પડયા હતા કેટલાક સ્થળે રસ્તા પર ઝાડ પડતા રસ્તા બંધની સ્થિતિમાં મુકાઇ ગયા હતા. જે અંગે ગ્રામજનોએ તેમનું ધ્યાન દોયું હતું. ભારે પવનથી તૈયાર થઇ ગયેલા પાકને પણ નુકશાન થયું છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
