<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

કાલે દશેરાઃ રાત્રીના રાવણનું દહનઃ શષા પૂજન કાર્યક્રમ

આજે નવલા નોરતામાં રાસ-ગરબાની રમઝટ બોલાશેઃ લ્‍હાણી વિતરણ કરાશે

રાજકોટ,તા. ૧૦: આવતીકાલે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દશેરા પર્વની ધામધુમથી ઉજવણી કરાશે અને રાત્રીના રાવણના પુતળાનું દહન કરાશે. દશેરા પર્વ નિમિતે લોકો મિઠાઇ, જલેબી, ગાંઠીયા આરોગશે.

નવલા નોરતામાં આજે રાસ-ગરબાની રમઝટ બોલશે. અને લ્‍હાણી વિતરણ કરાશે.

કાલે સમુહમાં શષાપૂજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગરઃ ભાવનગર  ગરાસીયા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના શુભ દિવસે શષા પૂજન તેમજ સત્‍ય યુવા શક્‍તિ ગ્રુપ દ્વારા મોટરસાયકલ રેલી યોજાશે. કાર્યક્રમમાં રાષ્‍ટ્રીય યુવાન નેતા અને રાજ્‍યનીતિજ્ઞ રવિન્‍દ્રસિંહ ભાટી, અનિરુદ્ધસિંહ જાડેજા, કુલદીપસિંહ વાળા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્‍થિતિ રહેશે .

ભાવનગર ગરાસીયા સમાજ દ્વારા શષા પૂજન અને બાઈક યોજાશે. કાર્યક્રમની માહિતી આપતા પ્રમુખ ભગીરથસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ લાલભા ગોહિલે જણાવ્‍યું હતું કે દશેરાના રોજ સવારે ૧૦ કલાકે શહેરના આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલના ક્રિકેટ મેદાન ખાતે શષા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ વર્ષે તાલુકા કક્ષામાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્‍યામાં  જોડાશે. ૧૫૦૦૦ લોકો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહે તેવી ધારણા છે. સમગ્ર રાષ્‍ટ્રમાં રાજનીતિમાં યુવાઓમાં ચેતના જગાવનારા અને દરેક તબક્કે સંઘર્ષથી સફળતાના સિદ્ધિ હાંસલ કરનાર યુવા નેતા અને રાજ્‍યનીતિજ્ઞ શ્રી રવિન્‍દ્રસિંહ ભાટી(રાજસ્‍થાન) તેમજ ભાયુંડા - અનિરુદ્ધસિંહ જાડેજા, પ્રથમ પ્રયત્‍ને ૨૪ વર્ષની યુવા વયે જીપીએસસી પાસ કરેલ હાલ મોરબીના ડેપ્‍યુટી કલેકટર કુલદીપસિંહ વાળા કાર્યક્રમમાં ખાસ હાજર રહેશે. નામદાર યુવરાજ સાહેબશ્રી જયવીર રાજસિંહ  ગોહિલના પ્રમુખ સ્‍થાને યોજાનાર આ આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના મહાનુભાવો, આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે. ભવ્‍ય બાઇક રેલી શહેરના ગાયત્રી નગર ચિત્રા થી સવારે ૮ કલાકે પ્રસ્‍થાન થઈ નવાપરા સમાજ ભવન ખાતે પહોંચશે. કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે.

(12:51 PM IST)