<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

જામનગર પોલીસની ટીમ દ્વારા નારી સુરક્ષા તેમજ વ્‍યસન મુક્‍તિના સંદર્ભે નવરાત્રી મહોત્‍સવમાં અસરકારક કાર્યવાહી

ગરબે ઘુમતી બાળાઓની વચ્‍ચે પોલીસ તેમજ ખાનગી પહેરવેશમાં દાંડિયા રાસમાં જોડાઈને નારી સુરક્ષા અને વ્‍યસન મુક્‍તિના સંદેશા આપ્‍યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૧ : જામનગર શહેર અને આસપાસના વિસ્‍તારમાં પ્રાચીન- અર્વાચીન દાંડિયારાસ મહોત્‍સવ ચાલી રહ્યા છે, ત્‍યારે તમામ ગરબાના કાર્યક્રમોમાં ગરબે ઘુમતી બાળાઓ-કન્‍યાઓ નિર્ભય રીતે જોડાઈ શકે, ઍટલુંજ  માત્ર નહીં, તમામની સુરક્ષા કાજે જામનગર ના પોલીસ તંત્ર દ્વારા સજ્જડ સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

 જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ શહેર વિભાગના ડી.વાય.ઍસ.પી. જે ઍન ઝાલા તથા ગ્રામ્‍ય વિભાગના ડીવાયઍસપી આર. બી. દેવધા ની દેખરેખ હેઠળ પોલીસ વિભાગની વિશેષ ‘‘શી''ટીમ બનાવવામાં આવી છે જેનું નેતળત્‍વ જામનગરના  પ્રોબેશનલ ડિવાઍસપી નયના ગોરડીયા જાતે જ કરી રホા છે. તેઓની સાથે જામનગર ના ઍલસીબીના પી.આઇ. વી. ઍમ. લગારીયા, ઍસ.ઓ.જી. ના પી.આઈ. બી. ઍન. ચૌધરી ઉપરાંત સાઇબર ક્રાઈમ અને ૧૮૧ મહિલા અભિયમ ની ટીમ પણ જોડાઇ છે, અને નારી સુરક્ષા અંગે તમામ ચાંપતા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.

  જામનગરના ઍમપી શાહ કોમર્સ કોલેજના મેદાનમાં ચાલી રહેલા સહિયર નવરાત્રી મહોત્‍સવમાં પોલીસ વિભાગની ‘‘શી''ટીમ જોડાઈ હતી, અને ડાંડિયારાસ ના ગરબા ના તાલે રાસ રમી રહેલી બાળાઓ અને કન્‍યાઓ સાથે પોલીસ ટીમે પણ રાસ લીધા હતા, ઍટલું જ માત્ર નહીં પોતાના હાથમાં વ્‍યસન મુક્‍તિ અને નારી સુરક્ષા સંદર્ભેના બેનર પોસ્‍ટર વગેરે દર્શાવીને વિવિધ સંદેશાઓ વહેતા કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.

 

(1:24 PM IST)