<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

જૂનાગઢ સમસ્‍ત બ્રહમ યુવાસંગઠન ના રાસોત્‍સવમાં એસપીનુ સન્‍માન

જૂનાગઢઃ સમસ્‍ત બ્રહમ યુવા સંગઠન દ્વારા જોષીપરા કૈલાશ ફાર્મ ખાતે સંસ્‍થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ મનિષભાઇ ત્રિવેદી અને તેની ટીમ દ્વારા સતત સાતમાં વર્ષે પરશુરામધામ નવરાત્રી રાસોત્‍સવનું આયોજન કરાયુ છે. જેમાં દરરોજ મોટી સંખ્‍યામાં ભુદેવ પરિવારો ઉમટી રહ્યા છે. અને ખેલૈયાઓને ગ્રાઉન્‍ડ ટુકુ પડી રહ્યું છે. આ રાસોત્‍સવ જૂનાગઢ એસપી હર્ષદ મહેતા કે જેઓ એ છેલ્લા બે વર્ષમાં ખરેખર પ્રજાને શાંતિ અને સલામતિનો અહેસાસ કરાવ્‍યો તેવા જાંબાઝ પોલીસવડા હર્ષદમહેતાને સમસ્‍ત બ્રહમ યુવાસંગઠનના જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર મનિષભાઇ ત્રિવેદી તેમજ પીસી ભટ્ટ વિશાલજોષી દેવાંગ વ્‍યાસ જીત તેરૈયા સહિતની ટીમે મોમેન્‍ટો આપી સન્‍માનિત કરેલ આ તકે નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ  ડો. ચેતન ત્રિવેદી પણ ઉપસ્‍થિત રહ્યા હતા (અહેવાલ : વિનુજોષી તસ્‍વીર મુકેશ વાઘેલા જૂનાગઢ) (૩.૯)

(1:25 PM IST)