News of Friday, 11th October 2024
ટ્રકમાં ખોટા નંબર પ્લેટ લગાવી રૂ.આઠ લાખના શીંગદાણા ઉઠાવી જવાના ગુન્હામાં બે ઝડપાયા

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૧૧ પોતાના ટ્રકમાંથી થ્રી વ્હીલરની નંબર પ્લેટ લગાવી શીંગદાળાનો જથ્થો નિધાર્રિત સ્થળે પહોંચાડવાના બદલે બારોબાર વહેચી નાખવા ના આરોપસર સ્થાનિક પોલીસે બે વ્યકિતની ધરપકડ કરી છે જયારે એકની શોધખોળ ચાલુ છે.
સ્થાનિક કેશોદના સોંદરડારોડ ઉપર ઉધોગનગરમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ નામના શીંગદાણાના કારખાનામાં થી ટ્રક નં. જી. જે ૧૧ ઝેડ ૧૧૨૦ દ્વારા ગોંડલ ખાતે આશરે ૧૫૦૦૦ કિલો શીંગદાણા મોકલવામાં આવ્યા હતા. પરંતુ માત્ર સો કિલોમીટર દુર આવેલ ગોંડલ ખાતે આ ટ્રક નિર્ધારિત સમયમાં નહી પહોચતા કાંઇક ખોટુ થયુ હોવાની શંકા માલ મોકલનાર પાર્ટીને ગઇ હતીઅને તપાસ કરતા ખરેખર તેમજ થયુ હતુ. ટ્રક ગોંડલખાતે પહોચવાના બદલે અન્ય સ્થળે ગયેલો અને ત્યાં વ્યવસ્થિત રીતે બધા શીંગદાણા સામેની પાર્ટીએ ઊતારી પણ લીધા હતા આથી આરતી ઇન્ડસ્ટ્રીઝના માલિક ભરતભાઇએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ આપી હતી.
પોલીસ તપાસમાં ટ્રકની નંબર પ્લેટમાં બનાવેલ નંબર ટ્રકના નહી પરંતુ થ્રી- વ્હીલર વાહનના હોવાનું જણાયુ હતુ આથી ટ્રક ડ્રાઇવર ભાવેશ લાખાભાઇ મારૂતીની ધરપકડ કરી હતી તેના જણાવ્યા મુજબ આ માલ તેમણે ખંઢેરી ખાતે રોનક ડોડીયાને ત્યાં ઊતાર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી અને ટ્રક ત્યાં શીંગદાણાનો જથ્થો કબ્જે કર્યા હતા. (૩.૫)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
