<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

આજથી સૌરાષ્‍ટ્રમાં મેઘાવી માહોલ જોવા મળશે : પછેડી પલાળથી લઈ હાંબેલાની ધારે માવઠું થવાની હવામાન નિષ્‍ણાત રમેશ બસિયાની આગાહી

રાજકોટ : હજુ તો પાક નુકસાનીનું સર્વેનું કામ પૂર્ણ થયું ત્‍યાં જ મેઘરાજા વરસવાના મૂડમાં હાલ મધ્‍ય પૂર્વ અરબી સમુદ્રમાં લોપ્રેસર થયું છે તે સિસ્‍ટમ્‍સ બે ત્રણ દિવસ ઉત્તરપશ્‍ચિમ તરફ આગળ વધશે અને મજબૂત બની ડિપ્રેસનમાં ફેરવાશે. આ સિસ્‍ટમની અસરથી સૌરાષ્‍ટ્ર કચ્‍છ અને ગુજરાતમાં ઘણા વિસ્‍તારમાં માવઠું થશે. તા.૧૧થી ૧૭ મોરબી. રાજકોટ. સુરેન્‍દ્રનગર સહીત સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ગાજવીજ સાથે હળવોથી મધ્‍યમ અને અમુક વિસ્‍તારમાં ૩ ઇંચ સુધીનો વરસાદ પડશે. પૂર્વ મધ્‍ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે પણ આ વખતે ગુજરાત કરતા સૌરાષ્‍ટ્ર બાજુ વરસાદનું જોર વધુ રહેશે.હવામાન નિષ્‍ણાત રમેશ બસીયા (નાના ખીજડીયા તાલુકો ટંકારા )

(3:27 PM IST)