<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

કચ્છમાં માતાનામઢ ખાતે રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજાએ પતરીનો પ્રસાદ જીલીને આશાપુરા માતાજીના આશીર્વાદ લીધા : જુઓ વિડિયો

કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે આસો નવરાત્રિની ૮ ના દિવસે આશાપુરા માતાજીના મંદિરે કચ્છના રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજાએ પતરીનો પ્રસાદ ઝીલી મા આશાપુરાના આર્શિવાદ મેળવ્યા હતા. પતરી વિધિ અંગે રાજવી પરિવારમાં ચાલતા વિવાદ વચ્ચે હાઈકોર્ટે એમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.  આ વિધિમાં રાજવી પરિવાર ભક્તિભાવ સાથે માતાજી સમક્ષ ખોળો પાથરી માતાજીના આર્શિવાદ રૂપ પતરીનો પ્રસાદ ઝીલી કચ્છની પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(5:31 PM IST)