<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

જામકંડોરણામાં પ્રાચીન શ્રી રામ મંદિર ગરબીમાં નવદુર્ગાનો રાસ નિહાળવા જંગી જનમેદની

(મનસુખભાઇ બાલઘા દ્વારા) જામકંડોરણા,તા. ૧૨: શ્રી રામ મંદિર ગરબી મંડળ દવારા ૫૭ વષથી પ્રાચીન રાસ ગરબાનું આયોજન થાયછે આજના આધુનિક યુગમાં પણ આ ગરબીએ ભારતીય સંસ્‍કતિની પરંપરા જાળવી રાખી છે આ ગરબીની જામકંડોરણા શહેરમાં મોટામા મોટી ગરબીમાં ગણના થાયછે આ ગરબીએ લોકોના સાથ સરકાર અને હુંફથી તેમજ સંચાલકોની મહેનત અને લાગણીથી પ્રાચીન પરંપરા જાળવી રાખી છે આ ગરબીમાં બાળાઓ રાસ ગરબા લઈ માતાજીની આરાધના કરી રહી છે આ ગરબીમાં રાસ ગરબા નિહાળવાનો મોટી સંખ્‍યામાં લોકો લાભ લઈ રયા છે આ ગરબીમાં આઠમાં નોરતે બાળાઓએ આબેહુબ વેશભુષા સાથે માં નવદગાનો રાસ રજુ કયો હતો જે નિહાળવા જંગી મેદની ઉમટી પડી હતી.

(10:00 AM IST)