News of Saturday, 12th October 2024
માનસિક બીમાર મહિલાને અજાણ્યા વાહને હડફેટે લેતા મોત
મૃતકના પતિની ફરિયાદના આધારે પોલીસ દ્વારા વાહન ચાલકની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૨: માંગરોળ તાલુકાના આંત્રોલી ગામે મોરખડા વાડી વિસ્તારમાં રહેતા માનસિક બીમાર ૪૫ વર્ષીય જશુબેન ઉકાભાઇ ડાભીનું અજાણ્યા વાહન હડફેટે મળત્યુ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતક મહિલા છેલ્લા આઠેક વર્ષથી માનસિક બીમાર હતા અને હાઇવે રોડ ઉપર રખડતું ભટકતું જીવન જીવતા હતા. ૧૦ ઓક્ટોબરના રોજ રાત્રિના ૯:૩૦ વાગ્યે માંગરોળ નજીકના દિવાસાથી આંત્રોલી તરફ આવેલ રોડ ઉપર ચાલીને જતા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે જશુબેનને ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. મહિલા ને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મળત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માત અંગે મળતકના પતિ ઉકાભાઈ જીણાભાઈ ડાભીની ફરિયાદ લઈ શીલ પીએસઆઇ એમ. વી. રાઠોડ તપાસ હાથ ધરી હતી.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
