News of Saturday, 12th October 2024
આર્થિક સંકડામણથી કાલસારી ગામના વૃધ્ધની આત્મહત્યા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૨: આર્થિક સંકડામણથી કાલસારી ગામના વૃધ્ધને આત્મહત્યા કરી લેતા અરેરાટી પ્રસરી ગઇ હતી.
વિસાવદર તાલુકાના કાલસારી ગામે રહેતા રતિભાઇ મોહનભાઇ ગેવરીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધે આર્થિક સંકડામણથી કંટાળી જઇને ઝેરી ટીકડા ખાઇને આપઘાત કરી લેતા પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
