<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

આજે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રાવણ દહન સાથે દશેરાની ઉજવણી

આજે સવારથી મિઠાઇ, જલેબી, ફાફડાને આરોગીને અસત્‍ય ઉપર સત્‍યના જિવયના વધામણા

રાજકોટ,તા.૧૨ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં આજે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો મિઠાઇ આરોગીને અસત્‍ય ઉપર સત્‍યના વિજયના વધામણા કરી રહ્યા છે.

આજે રાત્રીના ઠેર-ઠેર રાવણ દહન કરવામાં આવશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : વિજયા દશમીના રોજ સાંજે ભાવનગર શહેરમાં બે સ્‍થળોએ રાવણ દહનના કાર્યક્રમો યોજાયા છે.

ભાવનગર માં દશેરાના રોજ શહેરના જવાહર મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે રાવણ દહન નો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે. રાવણ દહન પહેલા ભવ્‍ય આતશબાજી

કરવામાં આવશે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ ના પૂતળા નું દહન કરવામાં આવશે. રાવણ દહન પૂર્વે સિદ્ધિ સમાજ દ્વારા શોભાયાત્રા પણ નીકળે છે. વર્ષોથી સિંધી સમાજ આ ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. રાવણ દહન નો કાર્યક્રમ નિહાળવા ભાવનગર શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો પણ જવાહર મેદાન ખાતે ઉમટી પડે છે.

 ભાવનગર ના ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમ દશેરાના રોજ શનિવારના રોજ સાંજે ૭ કલાકે શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે.

શહેરના છેવાડે આવેલ ચિત્રના માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ૧૧ વર્ષથી રાવણ દહન કાર્યક્રમ તેમજ આતશબાજી અને સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી કરવામાં આવે છે. પોતાના મતવિસ્‍તારના લોકોને તેમજ ભાવનગર તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને નજીકમાંજ આ પૌરાણિક મહત્‍વ ધરાવતા કાર્યક્રમનો લાભ મળી રહે તેવા હેતુસર શરુ થયેલ કાર્યક્રમ દર વર્ષે રંગ જમાવે છે.

ધોરાજી

   (કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીના ભગવતસિંહજી બાપુના બાવલા ચોક ખાતે હિન્‍દુ યુવક સંઘ દ્વારા આયોજિત અર્વાચીન રસોત્‍સવમાં માનવ મહેરામણ ઉમટી પડ્‍યું

ધોરાજીમાં એકમાત્ર અર્વાચીન રાસ ગરબા મહોત્‍સવ હિન્‍દુ યુવક સંગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે મોટી સંખ્‍યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડે છે અને પાંચ દિવસ એ મહોત્‍સવમાં દરરોજ પ્રિન્‍સ અને પ્રિન્‍સેસ જાહેર કરવામાં આવે છે રાસ ગરબા મહોત્‍સવમાં રમવા તથા જોવાનો આ બાબતે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી.

રાસ ગરબા મહોત્‍સવમાં રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો આ પ્રસંગે હિન્‍દુ યુવક સંગઠના પ્રમુખ હરકિશનભાઈ માવાણી અખિલ ભારતી વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઈ શિંગાળા ધોરાજી ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભા તાલુકા સંઘના ઉપાધ્‍યક્ષ હરેશભાઈ હેરભા પૂર્વ નગરપતિ કે.પી માવાણી રાજકોટ જિલ્લા બેંકના ડિરેક્‍ટર કાંતિભાઈ જાગાણી ડોક્‍ટર જગદીશ બોસમીયા સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:34 AM IST)