<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

સોૈરાષ્‍ટ્રમાં વરસાદી માહોલ રહેવાની અવધી વધી

બંગાળની ખાડીમાંથી હજુ વધુ બે સિસ્‍ટમોનું આગમન થશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૨: અરબ સાગરની સિસ્‍ટમ હવે જોકે પશ્‍ચિમ તરફ ગતિમાન હોઇ, ઓમાન તરફ જશે પણ તેના પ્રભાવે મુંબઇ સહિત દ.ગુજરાત અને આપણા સોૈરાષ્‍ટ્રમાં પણ આભમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ત્‍યારે બંગાળની ખાડીમાં ઉદભવેલી લો પ્રેશર સિસ્‍ટમ ડીપ્રેશન બની પશ્‍ચિમ તરફ આગળ વધે તેવી સંભાવનાને કારણે વેધર એનાલીસિસ્‍ટ દેવેન્‍દ્ર ત્રિપાઠી હજુ વધુ વરસાદી માહોલ થોડા વધુ દિવસો સુધી ગુજરાતમાં રહેવાની સંભાવના દર્શાવે છે. હાલ આઇએમડી સોૈરાષ્‍ટ્રના વિસ્‍તારને યેલો એલર્ટમાં સમાવેશ કરે છે. ત્‍યારે બંગાળની ખાડીમાંથી આવતી ક્રમશઃ બે સિસ્‍ટમો સોૈરાષ્‍ટ્રમાં વરસાદી માહોલ રહેવાની અવધીમાં વધારો કરશે

(11:36 AM IST)