<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

પોરબંદરમાં પૂ. રમેશભાઇ ઓઝાએ રાસ-ગરબા-લીધા

જુનાગઢ :. પોરબંદરના સાંદીપનિમાં શારદીય નવરાત્રિ મહોત્‍સવ અંતર્ગત પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના સાનિધ્‍યમાં શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન, શ્રીમદ્‌ ભાગવત કથા, મા ભગવતીના અનુષ્ઠાન વગેરે અનેક કાર્યક્રમો યોજાયા. અનુષ્ઠાનની સાથે-સાથે સાયં આરતી પછી પ્રતિદિન શ્રીહરિમંદિરના આંગણે રાસગરબાનું પણ આયોજન થયેલ. જેમાં અનુષ્ઠાનમાં આવેલા ભાવિકો સાથે પૂજ્‍ય ભાઇશ્રીએ પણ રાસ-ગરબા રમવાનો આનંદ લીધો હતો. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:53 AM IST)