<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

ઉનાની મહિલા કોલેજમાં રાસોત્‍સવ

ઉનાઃ તાલુકા કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજ અને શ્રીમતી ગાંધી કન્‍યા વિદ્યાલય ઊના દવાર કોલેજના સંકુલમા શરદીય નવરાત્રી નિમિત્તે કોલેજ અને વિદ્યાલયમાં અભ્‍યાસ કરતી દીકરીઓ ટ્રેડીશનલ પોષાક ધારણ કરી ઘરે થી આરતીની થાળીઓ શણગારી લાવેલ આરતીથી માતાજીની સમૂહ આરતી ઉતારી હતી. અને સમૂહમાં મહા રાસ ગરબાઓ લઈ માતાજીની ભક્‍તિ કરી હતી.ઊના તાલુકા કેળવણી મંડળના પ્રમુખ જીતુભાઈ શેઠ, મંત્રી કિરીટભાઈ દેસાઈ, સૂર્યકાંતભાઈ ગાંધી કોલેજના પ્રિન્‍સીપાલ ડો. લલિતભાઈ બારીયા, કન્‍યા વિદ્યાલયના પ્રિન્‍સીપાલ દીપ્તિબેન ગોસ્‍વામી તેમજ સ્‍ટાફ લોકો એ રાસ ઉત્‍સવ માણેલ હતો. રાસ ગરબાની તસ્‍વીર. (તસ્‍વીરઃ નવીન જોષી-ઉના)

(12:01 PM IST)