News of Saturday, 12th October 2024
મોરબીના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબીમાં આઠમાં નોરતે દીકરીઓએ અદભુત રાસ રજુ કર્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૧૨: શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબી ભારે જમાવટ કરી રહી છે. ૨૬૦ દીકરીઓ અલગ અલગ ગ્રુપમાં વિભાજીત થઈને વિવિધ રાસો રજૂ કરીને સૌને દંગ કરી દીધા છે. આ નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણમાં પહોંચી ગયો હોય ત્યારે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં ગઈકાલે રાત્રે આઠમના નોરતે દીકરીઓએ તલવાર, અંગારા રાસ અને અઘોર નગારા રાસ તેમજ આશાપુરા માતાજીનું નાટક ભજવી માતાજીની આરાધના કરી હતી.
આ પ્રાચીન ઢબથી રજૂ થયેલા પ્રખ્યાત રાસ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રાચીન રાસો રજૂ કરવા માટે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબી મંડળના તમામ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
