<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

વિસાવદર- જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં હળવો ભારે વરસાદ : વિસાવદરના નાની મોણપરી અને બરડીયા ગીરમાં ધોધમાર વરસાદ

જુનાગઢ જિલ્લાના માખીયાળામાં અને ગીર સોમનાથ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો

રાજકોટ તા.૧૨ :       રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી અને બરડીયા ગીરમાં આજે સાંજે ચાર વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

         આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના માખીયાળામાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો જ્યારે ગીર સોમનાથ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો

(4:35 PM IST)