તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 12th October 2024
ઉપલા દાતાર દશેરાના પાવન પર્વે મહંત ભીમ બાપુની નિશ્રામાં નવનાથ સિદ્ધ ચોરયાસીના ધૂણે વિશ્વ શાંતિ માટે યજ્ઞ અને જગ્યા ખાતે શસ્ત્ર પૂજનનો અનેરો કાર્યક્રમ યોજાયો
દાતાર બાપુની જગ્યાએથી જંગલના રસ્તે અને 3૫30 હજાર ફીટની ઊંચાઈ ઉપર આવેલ નવનાથ સિદ્ધ 84ના ધુણા ખાતે યજ્ઞનું અનેરું આયોજન

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે વિજયાદશમી દશેરાના પાવન દિવસે જગ્યા ખાતે આવેલ નવનાથ સીધ ચોર્યાસીના ધૂણે મહંત શ્રી ભીમ બાપુ ની નીસરામાં વિશ્વ શાંતિ માટે યજ્ઞ હવનનું આયોજન કરાયું હતું અને જગ્યા ખાતે શસ્ત્ર પૂજનનો પણ એક અનેરો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ અને યજ્ઞના દર્શન અને સસ્ત્ર પૂજનમાં સહભાગી થયા હતા અને જગ્યા ખાતે અવિરતપણે ચાલી રહેલ અન્ન ક્ષેત્રમાં સૌ કોઈએ મહાપ્રસાદ લીધો હતો દાતાર બાપુની જગ્યાએથી જંગલના રસ્તે અને 3૫30 હજાર ફીટની ઊંચાઈ ઉપર આવેલ નવનાથ સિદ્ધ 84ના ધુણા ખાતે નયન રમય દ્રશ્ય અને ખુસનુમા વાતાવરણ વચ્ચે ધુણાં ખાતે યજ્ઞનું અનિરુ આયોજન કરાયું હતું જેમાં આ કપરુ ચડાણ ચડી યાત્રિકોએ યજ્ઞ દેવના દર્શન કર્યા હતા અને ધન્ય બન્યા હતા
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
