<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી અને માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રવિવારે રક્તદાન શિબિર યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :  આગામી તારીખ 13 ઓક્ટોબર ને રવિવારેના રોજ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી અને માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓક્ટોબરે 11 થી 4 વાગ્યા દરમિયાન મોરબીના શનાળા રોડ પર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ પાછળ આવેલા સંસ્કાર બ્લડ બેન્ક અને ઈમેજિંગ સેન્ટર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(10:09 PM IST)