તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
કચ્છમાં આસોમાં અષાઢી માહોલ: ભુજમાં ધડબડાટી સાથે અઢી ઈંચ, નખત્રાણા દોઢ અન્યત્ર ઝાપટા
ભુજમાં ૬ જણને રેસ્ક્યુ કરાયા, ઠેર ઠેર ભરાયેલા પાણી વચ્ચે તળાવમાં ગટરના પાણીના પ્રવાહે લોકોના જીવ અદ્ધર, નખત્રાણા દોઢ ઈંચ, અન્યત્ર ઝાપટા, અબડાસામાં વીજળી પડતાં ૩ બકરીના મોત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪: રાજ્યના વાતાવરણમાં પલટા સાથે હવામાન વિભાગે આપેલી વરસાદની ચેતવણી વચ્ચે કચ્છમાં ભર આસોએ અષાઢી માહોલ સર્જાયો હતો. ગઈકાલે સાંજે એકાએક ઘોર અંધકાર અને ગાજવીજ સાથે ભુજમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી. અઢી ઇંચ જેટલા ધોધમાર વરસાદને પગલે ભુજમાં અનેક જ્ગ્યાએ પાણી ભરાયા હતા.
દુકાનોમાં અને સોસાયટી વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા. મહેંદી કોલોનીમાં ફાયર ફાઇટર સ્ટાફ દ્વારા ૬ જણને રેસ્કયુ કરાયા હતા. ભુજના દેશલસર તળાવમાં ગટરના પાણી ભરાય છે એ પાણી તળાવના વહેણ સાથે વોહરા હજીરા અને તેની બાજુની સોસાયટીમાં ધસમસતા ઘૂસતા લોકોના જીવ અદ્ધર થયા હતા. નખત્રાણામાં દોઢ ઇંચ વરસાદ ઉપરાંત રાપર, અબડાસા અને લખપત તા.માં ઝાપટા પડ્યા હતા. અબડાસાના બીટા ગામે વિજળી પડતા ૩ બકરીઓના મોત નિપજ્યા હતા.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
