<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

દુષ્કર્મના આરોપીઓને ફાંસી આપવા માંગ કચ્છ કોંગ્રેસની માંગ

દુષ્કર્મના વધતા જતા બનાવો સામે કચ્છ કોંગ્રેસ આકરા પાણીએ : પોલીસ ધરપકડથી સંતોષ માને છે : ભાજપના 30 વર્ષના રાજમાં એક પણ બળાત્કારના અપરાધીને ફાંસી મળેલ નથી : કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : કચ્છના આડેસર મધે સગીર દલિત દિકરી પર બળાત્કાર ઉપરાંત પંદર દિવસમાં સતત ત્રીજી ઘટના તથા ગુજરાતમાં 10 જેટલી બળાત્કારની ઘટનાઓ છતાં સરકાર ચૂપ છે.

પોલીસ ધરપકડથી સંતોષ માની પોતાની પીઠ થાબડી રહી છે પણ નરાધમોને ફાંસી ક્યારે ભાજપના 30 વર્ષના રાજમાં એક પણ બળાત્કારના અપરાધીને ફાંસી મળેલ નથી.

કચ્છમાં મિરઝાપર,ભુજ અને તાજેતરની આડેસર ગામની સગીર દલિત યુવતી પર બળાત્કારની ઘટનાને કોંગ્રેસપક્ષ દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી

આજરોજ આડેસર બળાત્કારના બનાવ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી કુમારી અંજલી ગોર દ્વારા આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે 

કચ્છનું પોલીસતંત્ર આવી

 ઘટનાઓમાંથી ક્યારે પણ બોધપાઠ લેતું નથી 

પોલીસ કાર્યવાહી- તપાસ અને ધરપકડમાં વિલંબ કરી આરોપીઓ નરાધમોને પૂરતો સમય આપી રહેલ છે તપાસમાં ત્રુટીઓ રાખીને તમામ આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે તેનું નલિયા સામૂહિક બળાત્કાર કાંડ

શ્રેષ્ઠ ઉદાહરણ છે  સમગ્ર ભારતને શર્મસાર કરનાર  આ નલિયા કાંડના આરોપીઓને ભાજપની સરકારે હેમખેમ છોડાવી લીધા અને નલિયા કાંડની સાચી હકીકત પણ બહારના આવી આ પોલીસની પ્રારંભિક તપાસના આશીર્વાદથી બન્યો જે ગંભીર ગણી શકાય

ઉપરાંત પશ્ચિમ બંગાળમાં બળાત્કાર થાય તો ખૂબ હોબાળો થાય

 જયારે ગુજરાતની ભાજપ સરકારમાં 15 દિવસમાં 10 બળાત્કારના બનાવો બને છે તો ભાજપ તથા મહીલા મોરચો અને ભગીની સંસ્થાઓ કેમ ચૂપ છે??

 ગુજરાતની દીકરી સાથે આવો અન્ય શા માટે??

 વર્ષ 2021 થી ત્રણ વર્ષના ભાજપના

રાજમાં ત્રણ વર્ષમાં 6,524 બળાત્કારની અને 3,527 છેડતીની ઘટનાઓ છતાં ગુજરાતમાં એકે આરોપી કે નરાધમોને ફાંસી કેમ નહીં? 

કુલ પોલીસ ચોપડે ગુજરાતમાં 12446 કેસ નોંધાયેલા છે છતાં હજારો કેસોમાં તપાસ થઈ નથી એકમાં પણ નોંધપાત્ર સજા થઈ નથી આ પોલીસતપાસની વિલંબનીતિ અને ભાજપ સરકાર નરધમોને છાવરી

રહી છે જે સાબિત થાય છે 

આડેસરની ઘટના અંગે પૂર્વ કચ્છ એસ પી સાગર બાગમારને કાર્યવાહી બાબતે ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો સામે 

તોછડાઈ ભર્યું વર્તન કરેલ છે

 સગીર દલિત યુવતીની બળાત્કારની ઘટનાને ગંભીર ગણાવી નહોતી 

મેડિકલ ચેકઅપ માટે પણ ત્રણ દિવસ બાદ લાવવામાં પોલીસની પણ ભૂમિકા શંકાનાં દાયરા માં આવે છે ઉપરાંત મેડિકલ રિપોર્ટ કરનાર જવાબદાર તબીબી અધિકારી હાજર ન હોતા પીડીતા અથવા તેમના પરિવારને ખૂબ હેરાનગતિ ભોગવવવી પડેલ 

ગુજરાતના ગૃહ મંત્રીની કચ્છ મુલાકાતને ખલેલ ન પહોંચે તેથી પોલીસે આ બનાવને છુપાવી રાખેલ અને

 છેક 7 ઓકટોબરની ઘટનાનું 9 ઓકટોબરના રિપોર્ટ કરાવવા જિલ્લા મથક ભુજ મધ્યે પીડીતાને લાવેલ જે બાબત પણ સૂચવે છે કે પોલીસની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ છે 

આજની પત્રકાર પરિષદમાં કામદાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતભાઈ સોલંકી એ આ તમામ આરોપીઓ સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી અને મદદગારી કરનારાઓની પણ ધરપકડ કરી અને ધાક બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ  આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી અને ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ના મૌન બાબતે પણ સવાલો ઊભા કર્યા હતા

પીડિત પરિવાર પ્રત્યે કચ્છ જિલ્લા કોંગ્રેસ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પણ ખૂબ જ સંવેદના વ્યક્ત કરી હતી અને આગામી દિવસોમાં આ પરિવારને ન્યાય નહીં મળે તો આ મુદ્દે લડત કાર્યક્રમમાં આપવામાં આવશે એવું જણાવ્યું હતું

આ પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી કુ.અંજલી ગોરે સંબોધન કર્યું હતું શરૂઆતમાં ધીરજ 

ગરવા ઉપપ્રમુખ કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ કોંગ્રેસે સૌને આવકાર્યા હતા ઉપરાંત ગુજરાત પ્રદેશ કામદાર કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ સોલંકી જિલ્લાના મહામંત્રી રામદેવસિંહ જાડેજા જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર નગર સેવિકા આઇશુબેન સમા

હમિદભાઈ સમા હાસમ સમા વિગેરે એ પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે

(9:26 AM IST)