તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
ગિરનારની યાત્રાએ આવેલા વડવીયાળા ગામના યુવાન અને ચેન્નઇના વૃધ્ધનું હાર્ટએટેકથી મૃત્યુ
સીડી ચડતા યુવકનું હૃદય થંભી ગયું'તુ અને વૃધ્ધનું ધર્મશાળામાં છાતીમાં દુખાવા થયો'તો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૪: ગિરનારની યાત્રાએ આવેલા વડવીયાળા ગામના યુવાન અને ચેન્નઈના વળદ્ધનું હાર્ટ એટેક આવતા મળત્યુ થતા ગમગીની પ્રસરી ગઈ હતી.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વડવીયાળા ગામના ૪૦ વર્ષીય મનુભાઈ વેજાણદભાઈ રામ નામનો યુવાન ગિરનાર યાત્રાએ આવ્યા હતા.
૧૫૦૦ પગથિયે પહોંચતા તેમની તબિયત લથડતા તેઓ પરત આવવા રવાના થયા હતા પરંતુ ૭૦૦ પગથિયા ખાતે હૃદય રોગનો હુમલો આવી જતા તેમનું મળત્યુ થયું હતું.
આ સમયે ગિરનાર ઉપર દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી જઈ રહ્યા હતા ત્યારે તેમણે ડોળીવાળા ભાઈઓની મદદથી યુવકના મળતદેહને ૭૦૦ પગથિયાથી નીચે ઉતારી તળેટીમાં લાવ્યા હતા અને અહીંથી પોલીસે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.
ચેન્નઈથી ગિરનારની યાત્રાએ આવેલા ૭૦ વર્ષીય પારસમલ અમરચંદ વૈદને ભવનાથ તળેટીમાં રૂપાયતન રોડ પર આવેલ જૈન ધર્મશાળામાં છાતીમાં દુખાવો થતા હૃદય રોગના હુમલાથી મળત્યુ નીપજ્યું હતું.
આમ ગિરનાર યાત્રાએ આવેલા યુવાન અને અનંતની યાત્રાએ ઉપડી જતા ગમગીની વ્યાપી ગઈ હતી.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
