News of Monday, 14th October 2024
મોરબી : પાણીની આવક થતા મચ્છુ-૩ ડેમનો એક દરવાજો ખોલાયો

ᅠ(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૪ : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ ડેમમાં પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. જેથી ડેમનો ૧ દરવાજો દોઢ ફૂટ ખોલીને ૧૪૦૧ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમના નીચાણવાસમાં આવતા ગામો જેમ કે મોરબી તાલુકાના (૧) ગોર ખીજડીયા (૨) વનાળીયા (૩) માનસર (૪) નારણકા (૫) નવા સાદુળકા (૬) જુના સાદુળકા (૭) સ્વાપર (નદી) (૮) ગૂંગણ (૯) જુના નાગડાવાસ (૧૦) નવા નાગડાવાસ (૧૧) અમરનગર (૧૨) બાદુરગઢ (૧૩) સોખડા માળિયા (મી) તાલુકાના ગામો - (૧) દેરાળા (૨) મેઘપર (૩) નવાગામ (૪) રાસંગપર (૫) વિરવદરકા (૬) માળિયા(મી) (૭) હરીપર (૮) ફતેપરને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
