તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
જૂનાગઢના વૃધ્ધાના બંધ મકાનમાંથી ૮૪,૫૦૦ની માલમત્તાનો હાથફેરો
રોકડ અને દાગીનાની ચોરી થયાની ફરિયાદના પગલે તપાસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૪ : જૂનાગઢમાં વળદ્ધાના બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂપિયા ૮૪,૫૦૦ની માલમતાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
૭૦ વર્ષીય શારદાબેન બાલકળષ્ણદાસ પરમારનું મકાન જૂનાગઢમાં ગીરીરાજ સોસાયટી મેઇન રોડ અક્ષરધામ એપાર્ટમેન્ટ વાળી શેરીમાં આવેલ છે.
પરંતુ વળદ્ધા વિકલાંગ ભત્રીજીની સારસંભાળ માટે છેલ્લા ત્રણ વર્ષથી જામનગર ખાતે રહેતા હતા. અને માર્ચ મહિનામાં જુનાગઢ ખાતેના ઘરે આવ્યા હતા.
આ પછી બંધ રહેલા મકાનનાં તાળા તોડી તસ્કરો રૂમના કબાટમાંથી રૂપિયા ૬૦,૦૦૦ની કિંમતના સોનાના દાગીના અને રૂપિયા ૨૪,૫૦૦ની રોકડ મળી કુલ રૂપિયા ૮૪,૫૦૦ની માલમતા ચોરીને નાસી ગયા હોવાની ફરિયાદ વળદ્ધાએ નોંધાવતા બી ડિવિઝનના પીએસઆઇ પી. એ. જામંગે તપાસ હાથ ધરી હતી.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
