<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

હવે ગરમીની વિદાય સાથે શિયાળાની શરૂઆત થશે

અરબ સાગર સ્‍થિત મજબુત સિસ્‍ટમને પગલે ગુજરાતમાં ગરમી જળવાયેલી છે. સિસ્‍ટમ ઓમાન તરફ પ્રવેશતા જ રાજયમાં શિયાળો શરૂ થશે

તસ્‍વીરમાં હત્‍યાના બનાવમાં પકડાયેલ ત્રણેય આરોપીઓ સાથે પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ મોરબી) (પ-૧૬)

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૪: ઓણસાલનું ચોમાસુ ઘણી બાબતોમાં આヘર્ય ઉપજાવનારૂ જોવા મળ્‍યું. ‘ભાદરવો ભરપુર' એ ઉકિત મુજબ ભાદરવા માસ સુધી વરસાદ રહે એ તો સમજયા પણ હાલ આસો માસનો દસકો પુરો થયા બાદ પણ છૂટા છવાયા છાંટા ને બદલે સાર્વત્રિક વરસાદ ઠેરઠેર જોવા મળ્‍યો છે. વળી ગરમીનું તાપમાન પણ ઉનાળા જેવું છેલ્લા કેટલાક ીદવસથીઅ નુભવાઇ રહ્યું છે. જો કે અરબ સાગર સ્‍થિત સિસ્‍ટમ ડીપ્રવેશન-ડીપ્રેશન સુધી તાકતવર બની હોઇ, તેની અસરે ગુજરાતમાં તાપમાન ઉંચુ ચઢેલું છે. આ સ્‍સ્‍ટિમ ઓમાન તરફ લેન્‍ડફોલ થતા જ ગુજરાતમાંથી ગરમી ગાયબ થઇને રાત્રીના શિયાળુ માહોલ ક્રમશઃ જમાવટ લેતો જોવા મળશે. વળી બંગાળની ખાડીમાં ઉદભવેલી સિસ્‍ટમો ગુજરાત સુધી લંબાયે તે તાપમાનને વધુ નીચેુ લાવશે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનો સિલસીલો જેમ વધશે તેમ શિયાળાની આકરો ઠંડી શિયાળાના નવેમ્‍બર, ડિસેમ્‍બરમાં જોવા મળશે. આ વેળા અલનિનોનો પ્રભાવ રહેવાને પગલે ચોમાસાની જેમ શિયાળામાં પણ અતિરેક જોવા મળી શકે છે. ઠંડા પીણાના સીઝનેબલ ધંધાર્થીઓ માટે સપ્‍તાહથી વધુ સમ્‍ય હવે બચ્‍યો નથી.

(1:21 PM IST)