<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

રાજકોટ-સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ઉપર મોડી રાત્રીના ગજબનાક વિજળીના કડાકા-ભડાકા

રાજકોટ,તા. ૧૪: રાજકોટ ઉપર મોડી રાત્રે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાત ઉપર રાત્રીના ભારે વાદળા છવાઇ ગયા હતા. કચ્‍છ ઉપર મધ્‍યમ વાદળા સાથે મુંબઇ ઉપર પણ જોરદાર વાદળા છવાયા હતા.

રાજકોટ ઉપર રાત્રે ૧૦:૩૦ વાગ્‍યા આસપાસ વીજળીના ૫ થી ૯ સેકન્‍ડ સુધીના થોડા થોડા સમયના અંતરે બે મોટા પ્રચંડ ધડાકા થયા હતા. રાજકોટમાં જોરદાર વરસાદ ચાલુ થયો હતો. વીજળી પણ ગજબનાકની થઇ હતી.

રાત્રે ૧૦:૩૮ કલાકે સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાત ઉપર અચાનક જબરજસ્‍ત વાદળા છવાઇ ગયા હતા. અને સંખ્‍યાબંધ સ્‍થળે વીજળીના ભારે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડયો હતો.

(11:46 AM IST)