<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ભાદર ડેમ ફરી છલોછલઃ ૪ દરવાજા ખોલાયાઃ ૨૪ ગામોને ચેતવણી

રાજકોટ,તા. ૧૪: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પાસેનો ભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાઇ જતા ડેમના ૪ દરવાજા ૦.૬ મીટર ખોલવામાં આવ્‍યા છે. હાલ, વરસાદી પાણીની આવક ચાલુ છે. ભાદર ડેમ વિસ્‍તારના ખંભાલીડા, ભૂખી, ઉમરકોટ, વેગડી ગોંડલ, ભંડારીયા, મસીતાળા, નવાગામ, નિલાખા, જામકંડરોણા, ઇશ્વરીયા, તરાવડા, જેતપુર, દેરડી, જેતપુર, કેરલી, ખીરસરા, લુણાગરા, લુણાગરી, મોનપર, નવાગઢ, પાંચપીપળા, રબારીકા, સરધારપુર, વડાસડા સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટ વિસ્‍તારમાં અને નીચાણવાળા વિસ્‍તાર પર ન જવા સુચના અપાઇ છે.

(11:47 AM IST)