News of Monday, 14th October 2024
લીવ ઇન રીલેશનશીપઃ ભવિષ્યને અંધકારમય બનાવી રહેલા સ્વછંદી યુવાન-યુવતીઓ
રીલેશનશીપમાં દેહ સંબંધથી યુવતીને ગર્ભ રહી જાયઃ બાળકનો જન્મ થાય અથવા જન્મ પહેલા રીલેશનશીપ કરારના અંત આવે ત્યારે નવજાન શીશુને જન્મ આપનાર અથવા નવજાત શીશુ સાથે અન્ય વ્યકિત સાથે એટલે બીજી વ્યકિત સાથે જોડાયઃ જન્મ લેનાર કે જન્મ લીધેલ બાળક-શીશુને પિતાના નામની મુશ્કેલી નડે : વારસાઇ હક્ક અને ભરણપોષણના પ્રશ્નો

પોરબંદરઃ આચાર્ય મનુએ મનુ સ્મૃતિના ગ્રંથ પરથી બનાવેલ અઢાર ભાગમાં વર્તમાન પ્રચલીત ન્યાય પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તેમાં લેણદાર-દેણદાર માટેનો કાયદો, હિન્દુ વારસાઇ હક્ક હિન્દુ લો. ભારતીય સંસ્કૃતી અનુસરી ગૃહસ્થી જીવન યાને પતિ-પત્નીના અરસપરસના સંબંધો તેમના સંતાન-સંતાનો ભરણ પોષણ વિગેરેની જવાબદારી સમજણ નક્કી કરી છે.
વિશેષ હકિકત છે કે ગૃહસ્થી જીવન- પતિ-પત્નીના સંબંધો માટે ગાંધર્વ લગ્નને માન્યતા આપી છે. જે સ્વીકૃત ગણી પ્રાધાન્યતા આપેલ છે. પરંતુ વર્તમાન ન્યાય પ્રક્રિયા તેની ગણના થાય છે. નોંધ લેવાય છે. કેટલા કિસ્સામાં ન્યાયાધીશ સ્વતંત્ર નિર્ણય લેવા હક્કદાર હોય તે માન્યતા આપતા નથી.
ગાંધર્વ લગ્નથી થયેલ સંતાન-સંતાનોને વારસ તરીકે માન્ય ગણવામાં આવે છ. ધર્મ શાસ્ત્ર આવા લગ્નો અસર પરસ સંમતીથી-અપહરણ કરી દેવમંદીરમાં લગ્ન કરવામાં આવેલ હોય વિગેરે બાબત દર્શાવી હાલ સિવિલ મેરેજ, લગ્ન વિજ્ઞપિત સંબંધીત સતા આપેલ હોય તેવી કચેરીના રજીસ્ટ્રાર પાસે નો઼ધણી કરાવવામાં આવે છે. કેટલાક પુરાવા-આધારો આપવા પડે છે. સગીર સંતાનો માટે માતા-પિતા વાલીની સંમતી સાથે લગ્ન વિજ્ઞપ્ત નોંધાય છે. તેમાં લગ્ન કરાવનારા ભુદેવ સાક્ષી સહી આધાર રજુ કબરવાના હોય છે. સોગંદનામુ કરવાનું હોય તે લગ્ન વિજ્ઞપ્તી માટે નિયમ છે. જયારે સિવિલ મેરેજ માટે સક્ષમ અધિકારી લગ્ન રજીસ્ટ્રાર કોર્ટમાં નિયત નમુના ફોર્મ લગત રજુ કરવાના હોય તો રજીસ્ટ્રાર સ્વીકારે પણ એક માસ બાદ નાોંધણી કરવામાં આવે છે.
પ્રથમ જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાય નોટીસ મુદત પુરી કાયદેસર નોંધણી કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે. નિયત સમય મર્યાદની નોટીસમાં સિવિલ મેરેજ કરનાર ભાવિ પતિ-પત્ની નોંધણી વાંધા વૃધ્ધિ માંગવામાં આવે જો વાંધા નોટીસ અનુસ઼ધાનેુ લગ્ન રજીસ્ટ્રાર કચેરીમાં રજુ થાય તો વાંધેદાર તેમજ સિવિલ મેરેજ કરનાર પતિ-પત્ની વાંધાનું સ્પષ્ટીકરણ તાકીદે કરવામાં આવે છે. જે જયાં સુધી વા઼ધાને સ્પષ્ટકરણ ન થાય અને લગ્ન રજીસ્ટ્રારને સંતોષ ન થાય ત્યાં સુધી લગ્ન રજીસ્ટર કરે નહી. આ પહેલા ભાવિ પતિ-પત્ની ગુપ્ત રીતે લગ્ન કરાર કરી ગૃહસ્થી જીવનમાં પ્રવેશ કરતા, નિયત સ્ટેમ્પ પેપર પર કરાર લખવામાં આવતો. ભરણ પોષણ, સંતાનોનો વારસાઇ હક્ક, ઉચ્છેરની વિગેરે જવાબદારી દર્શાવી પડે. આ કરાર લગ્ન કરાર રજીસ્ટર હોવા જોઇએ.
જયારે અમૃક દીકરી સાસરેથી માવતરે આવેલ રોકવાની હોય તો સફદ ઢાળવો પહેરે જેથી સપનું જવાય દીકરી રોકાવવા આવી છે. અથવા પરીણીત દીકરી હોય પુનઃ સાસરે ગયેલ ન હોય તે સફેદ ઢારવો પહેરે છે. જે કમ્મરથી પગ સુધી વિંટાળેલ હોય. પરંતુ સિવેલ ન હોય હોથે ચડાવી બાંધેલ હોય. પોરબંદર બરડા પંથક, મહેર, રબારી (આદિવાસી) અબોટી બ્રાહ્મણ, ગ્રામ્ય કોળી જ્ઞાતિ પ્રજાપતિ (કુંભાર) માં આ રીવાજ સંસ્કૃતિ જોવા મળે છે. પરંતુ હવે પરિવર્તન આવેલ છે. ચણીયા, પોલકુ,ઓઢણણું સાડલા પહેરે છે. કેટલોક મહિલા કમખો, આગળ ભાગ ઢાંકેલ, પાવડ ખુલ્લો કેશવાળી દોરીથી બાંધેલ હોય માથે કામળી ઓઢણું પણ પહેરે છે તે તેનો મુળ પોશાક છે. પોરબંદર જીલ્લામાં બરડા સંસ્કૃતિ જોવા મળે છે. વર્તમાન સમયમાં જબરજસ્ત પરિવર્તન આવેલ છે.
વરસાઇ હક્કનો પ્રશ્ન, ભરણપોષણનો પ્રશ્ન વિગેરે અનેક સમસ્યા સર્જે છે. ત્યારે રીલેશન શીપ -કરાર જન્મેલ બાળકનું ભાવી શું? જો કે પ્રવર્તમાન સમયમાં બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક જોડાય છે. વિદેશમાં પશ્ચિમ રાષ્ટ્રમાં કંઇક છુટછાટ છે. તેમને હક્ક મળે.
ભારતમાં આપણી સંસ્કૃતિમાં સ્વીકાર્ય નથી. બાળક રક્ષણ માટે કાયદો છે. ગાર્ડીયન એન્ડ વોર્ડની એકટ પરંતુ તેમાં રીલેશનશીપ સંબંધે કોઇ ઉલ્લેખ સ્પષ્ટ મળતો નથી. કે રીલેશનશીપથી જન્મેલ બાળકનું કાયદાણી રક્ષણ થઇ શકે? ધર્મશાસ્ત્રો અનુસાર દેવ-દેવીતાઓ માનસપુત્ર-પુત્રીની વ્યાખ્યા-વાલીપણું બતાવ્યું છે. તેટલા પુરતુ રક્ષણ મળે છે. જેથી તે રક્ષીત બાળકની સ્વીકૃતિ બતાવી છે. પરંતુ આગળ ઉલ્લેખ મળતો નથી. રામાયણ કાળમાં નજર કરીએ તો રામભકત હનુમાનજી શ્રીલંકા (સિલોન)માં રાવણ સાથેના યુધ્ધ સમયે રાવણપુત્ર મેઘનાથ સાથે યુધ્ધ કરતા મેઘનાથના બાણથી શ્રી લક્ષ્મણજીને મુર્છીત બન્યા ત્યારે ધન્વંતરી વૈદ્ય કહેવાથી સંજીવની નામની જડીબુટ્ટીના પાન લઇ આવવાનું કહે છે. આ જડીબુટ્ટી ગંધમાર્દન પર્વત જ મળે તેની નિશાની ચમકારો કરતો છોડ દર્શાવેલ. હનુમાનજી ગંધમાર્દન પર્વત પર જાય છે અને મુંઝાય છે. ગુંચવાડામાં પડતા આખો પર્વત ઉપાડી લાવે છે. પરંતુ તે પહેલા આકા શમાર્ગે ઉડતા હનુમાનજી ઓખા-બેટના સમુદ્ર પસાર કરતા બેટના દરીયો-સમુદ્ર પસાર કરતા હોય છે તે સમયે સમુદ્રમાંથી મગરી બહાર આવી જોયુ ખોલી શ્વાસ લ્યે છે. હનુમાનજી પરસેવે રેબજેબ છે સ્ખન થાય છે તે સ્ખનના ટીપા મગરીમોઢામાં ગ્રહણ કરે છે. તેનાથી બે સંતાન જન્મે છે મકરધ્વજ અને મોરધ્વજ તે હનુમાનજીના માનસપુત્ર તરીકે ઓળખાય છે. મકરધ્વજ વંશ-જેઠવા વંશ (પોરબંદર) જયારે મોરધ્વજનો વંશ હાલ મિયાળાથી ઓળખાય છે. મકરધ્વજની રાજધાની- બરડા વિસ્તારમાં શ્રીનગર મોરધ્વજની રાજધાની હાલનું મોરબીની ઇતિહાસ યાદ આપે જે જગ્યા બારના દરિયામાં હનુમાનજીના પરસેવા- સ્ખલન બિંદુ મુખમાં જીવ્યાએ સ્થળ આવેલ છે.
હનુમાનદાંડીથી ઓળખ થાય છે. તે સ્થળે માનસ પિતા હનુમાનજી તેના માનસપુત્ર મકરધ્વજ પ્રતિમાનું મંદિર છે. દર વરસે એક ચોખ્ખા ભાર મકરધ્વજની મુર્તિ ઉંચી આવે છે. અને હનુમાનજી પાતાળમાં જાય છે. હનુમાનજીના માનસ પુત્રોની ઓળખ મકરધ્વજ મોરધ્વજ મેળવી મેળવી આટલી માહિતી નોંધનીય રહી છે. આ બીજો પુત્રોને પિતાનું નામ સાથે વંશની ઓળખ હતી.
વર્તમાન આ કળીયુગમાં રીલેશનશીપ ના કરારથી જન્મેલ બાળક ઓળખ માટે વિચારવું પડે તે નકકી કરવી પડે પિતાના નામ બદલે માતાનું નામ લગાડવા કોને જાળાદર્શન આપ્યું બોૈધ્ધ સમયમાં વિષ્ણુનું ચાલતુ વનમાં ઘોડાસવારી કરતા યુવકને જોયો પરિચય કેળવ્યો ચંદ્રગુપ્ત નામ આપ્યું તેમના વસોજો રાજવીના તેમની મા તા ભુરા હતું વનમાં હતુ વનમાં ઉચ્છેર કર્યો
ે ચાણકયની મદદથી ચંદ્રગુપ્ત રાજય મેળવ્યુ સમ્રાટ બન્યો પરંતુ તેમની માતાના નામ ભુરા હતુ જેથી તેમણે માતા-ભુરાના નામ પરથી મોૈર્યવંશની સ્થાપના કરી અને મોૈર્ય વંશનો સમ્રાટ- રાજવીની ઓળખ ઉભી કરી છેલ્લા તેમના વંશનો છેલ્લો સમ્રાટ અશોક થયેલ અને અશોક મોૈર્યથી ઓળખ બની કલીંગના યુધ્ધ પછી પશ્ચતાપરૂપે રાજગાદીછોડી તથા ગત બુધ્ધની શરણું લીધુ પોતાના પુત્ર- પુત્રીને પણ બોૈધ્ધધર્મના અનુચાયી બનાવી બોૈધ્ધ ધર્મનો પ્રચાર કર્યો. આ ઇતિહાસમાંથી ધપીશાસ્ત્રમાંથી મળે છે. પરંતુ વર્તમાન યુગમાં રીલેશન શીપથી સંતાનનું ભાવિ શું?
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
