<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

સાવરકુંડલાની ગરબીઓમાં મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજીની ઉપસ્થિતી

 

સાવરકુંડલાઃ શહેરમાં વર્ષોથી પરંપરાગત નવરાત્રી દરમિયાન ઠેર ઠેર આબેહૂબ દર્શનીય, કલાત્મક અને માતાજી અને ભગવાન નો સાક્ષત્કાર કરાવતી મૂર્તિઓ બનાવવામાં આવી રહીછે દર વર્ષ સાવરકુંડલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મંડળો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓ ઇતિહાસ અને સનાતન ધર્મ સાથે જોડાયેલ હોયછે જેના આયોજકો દ્વારા સાક્ષાત જગદંબાનું સ્વરૂપ અને શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજીના આર્શીવાદ મેળવવા તેમજ સાવરકુંડલા તાલુકાની ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાજીના દર્શન કરી આર્શીવાદ મેળવી શકે તેમાટે સાવરકુંડલા ખાતે પધરામણી કરી હતી. સાવરકુંડલા ખાતે શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય જયઅંબાનંદગીરીએ ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા સારંગપુર ખાતે બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી મહારાજની મૂર્તિ તેમજ ખોડિયાર માતાજી ની આબેહૂબ મૂર્તિ, બાળ ખોડિયાર મંડળ આયોજિત નવ ફૂટ ની મહાકાળી માતાજીની મૂર્તિ, આઝાદી સમય વર્ષ ૧૯૪૭થી અવિરત ચાલતી દેવળા ગેઈટ ખાતે આવેલ ખોડિયાર ગરબી મંડળ, શ્રીકૃષ્ણ ગૌશાળા આયોજીત દેવ અનેં દાનેવો દ્વારા કરવામાં આવેલ સમુદ્ર મંથન નું હલતું ચાલતું દ્રશ્ય તેમજ દાસારામ યુવક મંડળ આયોજિત સોમનાથ મહાદેવ નેં સોમનાથની સંગાથે ગયેલ હમીરજી ગોહિલ ભગવાન મહાદેવ નેં પોતાનું મસ્તક અર્પણ કરતા હોય તેવી ઙ્કતિમા વગેરે અલગ અલગ વિસ્તારોમાં શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય જયઅંબાનંદગીરીએ દર્શન કર્યા હતા આતકે માતાજી સાથે કૃષ્ણગીરી ગોસ્વામી કાનાભાઈ લીંબડી, જનકગીરી ધારી, બળવંતભાઈ મહેતા, રાજુભાઈ બોરીસાગર, મિલન રૂપારેલીયા, કલ્પેશભાઈ રાઠોડ, જગદીશભાઈ ગોહિલ, ધર્મેશભાઈ ટાંક, અર્જુનગીરી ગોસ્વામી, મેહુલ કોદાવલા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(11:56 AM IST)