News of Monday, 14th October 2024
પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયેલ ઉનાના માછીમારનો મૃતદેહ વતન લાવવામાં આવ્યોઃ પરિવારજનોમાં આક્રંદ
ત્રણ વર્ષ પહેલા ફીશીંગ કરવા ગયેલ ત્યારે પાકિસ્તાન મરીન અપહરણ કરી ગયેલઃ ૩૭ દિવસ પહેલા પાક જેલમાં હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ થયેલ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૪ :.. ઉનાના નવાબંદરના માછીમાર સુરેશભાઇ નાનુભાઇ (ઉ.૪પ) નું પાકિસ્તાનની જેલમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા બાદ તેમનો મૃતદેહ ૩૭ દિવસ બાદ વતનમાં પહોંચતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ત્રણેક વર્ષ પહેલા માછીમારી કરવા બોટમાં ગયેલ. તે સમયે જળસીમાએ પાકિસ્તાન મરીન સીકયુરીટીએ સુરેશભાઇનું અપહરણ કરી લીધું હતું.
ઉના તાલુકા ના નવાબંદર ગામના યુવાન સુરેશ ભાઈ નાનું ભાઈ સોલંકી ઉ.વ.૪૫ પોરબંદર ની બોટ મા ખલાસી તરીકે ત્રણ વરસ પહેલા માછી મારી કરવા ગયા હતા દરિયા માછી કરતા હતા ત્યારે પાકિસ્તાન ના નેવી કોસ્ટલ ગાર્ડ વાળા બોટ નું અપહરણ કરી પાકિસ્તાન લઇ ગયા હતા જેમાં સુરેશ ભાઈ પણ હતા તેમને જેલ માં પૂરી દીધા હતા. તેમના પરિવાર ને કોઈ સંપર્ક થયો ના હતો કે બોટ ના માલિકે પણ જાણ કરી નહતી.
પાકિસ્તાન તરફ થી ભારત ફિશરીઝ કચેરી ને અઠવાડીયા પહેલા જાણ કરેલ કે નવાબંદર ના માછી માર જેલ મા કોઈ કારણ સર મૃત્યુ પામ્યા હતા. ગુજરાત ફિશરીઝ વિભાગે તેની જાણ નવાબંદર મા રહેતા સુરેશભાઈના પરિવાર ને કરી હતી. પરિવારે ફિશરીઝ વિભાગ ના અધિકારી ને વહેલીતકે સુરેશ ભાઈ નો મૃત દેહ વતન લાવવા માગણી કરી હતી તમામ કાર્ય વાહી પૂર્ણ થયા બાદ પાકિસ્તાન તરફ મૃતદેહને વાઘા બોર્ડર પર વેરાવળ ફિશરીઝ વિભાગ ના અધ્યક્ષ અધિકારી વિમલ પંડ્યા અને સ્ટાફ ને સોંપતા ત્યાંથી વિમાન માર્ગે અમદાવાદ લાવેલ અને અમદાવાદ થી શબ વાહિની માં રોડ માર્ગે નવાબંદર લાવી ૩૭ દિવસ પછી તેમના પરિવાર ને સોંપેલ હતો.
આ માછીમારના પરિવારમાં આક્રંદ સાથે શોક છવાઈ ગયો હતો. અધિકારી એ જણાવેલ કે મૃત્યુ ના કાગળોમા સુરેશ ભાઈનું મૃત્યુ નું કારણ હૃદય રોગ ના હુમલા થી થયાનું જણાવેલ હતું. તેમજ હજુ પાકિસ્તાન ની જેલ મા ૨૫૭થી વધુ ભારત ના માછી મારો જેલ હોવાનુ જણાવેલ
તેમના નજીક ના સગા શાંતિ ભાઈ એ જણાવેલ કે સુરેશ ભાઈ ચાર વરસ થી પાકિસ્તાન ની જેલમા હતા પરંતુ સરકાર તરફથી ચાર વરસ સુધી કોઈ સહાય ચુકવણી નથી પોર બંદર ના બોટ માલિક કોણ હતા તેની જાણ પણ સરકારે કરી નથી સરકાર દ્વારા સુરેશ ભાઈ સોલંકી ના પરિવાર ને ભારત સરકાર સહાય ચૂકવવા માંગણી કરી છે
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
