<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

જુનાગઢ જીલ્લામાં નવરાત્રીમાં ૩૩૩૬ શખ્‍સો સામે કાર્યવાહી

એસ.પી. હર્ષદ મહેતાની આગેવાનીમાં જુદા-જુદા કેસ કરીને ગુન્‍હા દાખલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૪: નવરાત્રી તેમજ દશેરા તહેવાર અનુસંધાને કાયદો અને વ્‍યવસ્‍થાના સંદર્ભમાં જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વિવિધ ટ્રાફીક પોઈન્‍ટ તેમજ શહેરના અલગ- અલગ રસ્‍તાઓ તથા તાલુકા લેવલ પર ટ્રાફીક પોઈન્‍ટ પર નવરાત્રી તેમજ દશેરા તહેવાર દરમ્‍યાન ટ્રાફીક ને લગતા કોઈ બનાવ બનવા ન પામે તે સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા ની સુચના અન્‍વયે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ટ્રાફીક નિયમન અંગેની મેગા ડ્રાઇવની કામગીરી નવરાત્રી તેમજ દશેરા તહેવાર દરમ્‍યાન અત્‍યાર સુધીમાં કુલ ૩૩૩૬ ઇસમો વિરૂધ્‍ધ કડક કાયદેસરની કાર્યવાહી  જૂનાગઢ પોલીસે કેસ કરેલ છે.

જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પ્રોહીબીશનના કેસ, ડ્રિંક એન્‍ડ ડ્રાઈવના કેસ, કાળા કાચ, નંબર પ્‍લેટ વિનાના વાહન, જી.પી.એક્‍ટ-૧૧૦ મુજબ તથા ટ્રાફીક ને લગત અન્‍ય હેડ કલમની કામગીરી કરવા જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યા, કેશોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક  બી.સી.ઠકકરનાઓ તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક  ડી.વી.કોડીયાતર નાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પો.સ્‍ટે.નાં થાણા અધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ એનાલાઇઝીંગ તથા પોકેટકોપ મોબાઇલ, અને બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે

(1:39 PM IST)