News of Monday, 14th October 2024
સુરેન્દ્રનગરમાં પીવાના પાણીના મુદ્દે ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં મૂળુભાઈ બેરા સામે હોબાળો
અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં આવતી ના હોવાનો આક્ષેપ : સ્થાનિક આગેવાન અમૃત મકવાણાને પોલીસે કાર્યકમ દરમ્યાન બહાર કાઢ્યા

સુરેન્દ્રનગરમાં વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો છે. સુરેન્દ્રનગરના ટાઉનહોલ ખાતે પ્રવાસન મંત્રી મુળુ બેરાનુ પ્રવચન ચાલુ હતુ તે દરમ્યાન લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સુરેન્દ્રનગર ગામમાં પીવાનું પાણી નથી મળી રહ્યું તેમજ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યારે વિકાસ સપ્તાહના તાયફા કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં આવતી ના હોવાનો આક્ષેપ કરાયો છે.
બીજીતરફ સ્થાનિક આગેવાન અમૃત મકવાણાને પોલીસે કાર્યકમ દરમ્યાન બહાર કાઢ્યા હતા. વિકાસ સપ્તાહના કાર્યકમમાં આશાવર્કર બહેનો, ITI અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હોબાળાની સાથે જ ગુજરાત સરકારના વિકાસ સપ્તાહના ચાલુ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ ચાલતી પકડતા ટાઉનહોલમાં જવાના તમામ દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
