News of Monday, 14th October 2024
વિસાવદર પંથકમાં ઇકો ઝોનના વિરોધમાં માર્કેટયાર્ડ તથા બરડીયામાં સંમેલન
એક જ દિ'માં બબ્બે સંમેલનથી તંત્ર ચોકન્નુઃ લોકોમાં પ્રચંડ વિરોધ વંટોળ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૪: વિસાવદર પંથકમાં આજે ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં બે સંમેલન યોજાવાના છે. કિસાન સંઘ દ્વારા માર્કેટીંગ યાર્ડમાં અને બરડીયા મુકામે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગીર પંથકમાં ઈકો ઝોન લાગુ કરવાની ગતિવિધી સામે ગામડાઓમાં વિરોધનો મોટો સુર ફાટી નીકળ્યો છે. કિસાન સંઘ, કોંગ્રેસ, આપ, ભાજપ સહિતનાઓએ ઈકો ઝોનનો વિરોધ નોંધાવ્યો છે. ઈકો ઝોન લાગુ થવાથી ગામડાઓમાં મોટી મુશ્કેલી ઉભી થવાની ભીતિ વચ્ચે ઈકો ઝોન લાગુ ન થાય તેના માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારતીય કિસાન સંઘ આજે તા.૧૪ના સોમવારે વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ગીરના ગામડાઓમાંથી સ્થાનિક લોકો, સરપંચો, માલધારીઓ ઉપસ્થિત રહેશે.
જ્યારે વિસાવદર તાલુકાના બરડીયા ગામે ઈકો ઝોનના વિરોધમાં મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. આમ, ઈકો ઝોનના વિરોધમાં વિસાવદર પંથકમાં બે સંમેલનના આયોજનથી તંત્ર ચોકન્નુ બન્યુ છે.
બરડીયા સંમેલનમાં વધુમા વધુ સંખ્યામાં હાજરી આપવા ખેડૂતો-માલધારીઓ-ગ્રામજનોને વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા તથા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયાએ અનુરોધ કર્યો છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
