<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

લોહાણા મહા પરિષદના કારોબારી સભ્‍ય દ્વારા સાવરકુંડલા રઘુકુળ નવરાત્રી મહોત્‍સવના આયોજકાનું સન્‍માન

સમાજ ના વિવિઘ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્‍થીત રહ્યા : સુંદર આયોજન બહલ કામગીરીને બિરદાવાઇ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૧૪ : સાવરકુંડલા ના રઘુવંશી સમાજના ભાઈઓ - બહેનો પારિવારિક માહોલમાં અને વડીલોની નીશ્રા માં નવરાત્રી મહોત્‍સવ ઉજવી શકે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી ૅશ્રી વીરદાદા જસરાજ સેના ની ટીમ દ્વારા રઘુવંશી પરિવારો માટે ‘‘રઘુકુળ નવરાત્રી મહોત્‍સવ'' નું સંપૂર્ણ પણે નિશુલ્‍ક છતાં પણ સુંદર આયોજન કરવામાં આવે છે જેમા રઘુવંશી સમાજના ભાઈ, બહેનો સંપૂર્ણ પણે નિヘતિ થઇને પારિવારિક માહોલમાં નવરાત્રિ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરે છે જેમા  ખેલયાઓને ઈનામ અને ઉપસ્‍થીત જ્ઞાતિજનોને અલ્‍પાહારની સુવિદ્યા નિશુલ્‍ક આપવામાં આવે છે સતત ૧૦-૧૦ દિવસ સુધી આવું સુંદર અને સફળ આયોજન કરવું એ કઠિન અને મહેનત નું કાર્ય છે પરંતુ જસરાજ સેના ના તમામ સ્‍વયંમ સેવકો ની એક પારિવારિક ભાવનાથી નવરાત્રિનું સુંદર આયોજન દર વર્ષે  સફળતા પૂર્વક સંપન્ન થાય છે,

 જેનો શ્રેય  વીરદાદા જસરાજ સેનાની સમગ્ર ટીમ ને જાય છે જે ખરેખર સન્‍માન ના હકકદાર છે ત્‍યારે તમામ ટીમ વતીસંસ્‍થાનાં પ્રમુખ  હિતેશભાઈ સરૈયા તેમજ ઉપ પ્રમુખ  જસાભાઈ સરૈયાનું સન્‍માન રઘુવંશી સમાજ ના વિવિઘ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્‍યું હતુ જેમા શ્રીઅષ્ટકાંતભાઈ સૂચક (લોહાણા મહાપરિષદના કારોબારી સભ્‍ય અને પ્રમુખ   લોહાણા વિદ્યાર્થી ભવન સા.કુંડલા), શ્‍યામભાઈ રૂપારેલ(ઉપપ્રમુખ, અમરેલી .પીપલ્‍સ. ક્રેડિટ.  કો. ઓ. સો. લી. સાવરકુંડલા )  દીપકભાઈ પાંધી(અગ્રણી પત્રકાર),હર્ષભાઈ રૂપારેલ(અગ્રણી ઓઇલ મિલર)સાગરભાઈ ઓધિયા (શેર બ્રોકર આનંદરાઠી), પાર્થ નગદિયા (જલારામ કાટા ), દ્વારા  વીરદાદા જસરાજ સેનાની સમગ્ર ટીમ ના પ્રતિનિધિ તરીકે  હિતેશભાઈ સરૈયા તેમજ જસાભાઈ સરૈયાનું શાલ અને પુષ્‍પગુચ્‍છ થી નવરાત્રી મહોત્‍સવ ના અંતિમ દિવસે રઘુવંશી સમાજના આગેવાનો અને જ્ઞાતિજનોની    વિશાળ હાજરી મા સન્‍માન કરવા મા આવેલ અને સમગ્ર કાર્યક્રમ નું સુંદર અને સફળતા પૂર્વક આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા

(2:12 PM IST)